જે.એન.મહેતા હાઇસ્કુલ ખાંભાના પટાંગણ માં રવિ કૃષિ મહોત્સવ ખુલો મૂકવામાં આવ્યો કાર્યક્રમ ની શુભ શરુવાત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવ્યો દીપ પ્રાગટ્ય બાદ આવેલ તમામ મહેમાનો નું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલુંઆ કાર્યક્રમ માં કૃષિ ફિલ્મ નું પ્રસારણ કરવામાં આવેલ જે તમામ લોકો એ નિહાયેલ આ કાર્યક્રમ સાથે સાથે વિવિધ સ્ટોલ પણ મૂકવામાં આવેલા મહેમાનોએ તમામ સ્ટોલની મુલાકાત કરેલી સમગ્ર કાર્યક્રમ ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રીકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર
તાલુકા અમલીકરણ સમિતિ- ખાંભા દ્વારા
“તાલુકા કક્ષાના કૃષિ માર્ગદર્શન સેમીનાર-વ પ્રદર્શન અને સેવાસેતું કાર્યક્રમ”
નું આયોજન કરેલ છે. જેમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રીકતા અંગે માર્ગદર્શન તેમજ “શ્રી અન્ન મિલેટ” પાકો અંગે માહીતી, ખેતી ખર્ચ ઘટાડા માટે ઇનપુટસના કાર્યક્ષમ ઉપયોગ, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનીક કાર્બનના વધારા અંગે માહીતી તેમજ પશુપાલન અને બાગાયત પાકોમાં નવીનત્તમ ટેકનોલોજી અંગે તાંત્રીક માર્ગદર્શન મળી રહે અને ખેડૂતોની આવકમાં વધારો થાય એવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરેલ આ કાર્યક્રમમાં હમીરભાઇ ખાટરીયા ઉપ પ્રમુખશ્રી તાલુકા પંચાયત ખાંભા, અરવિંદભાઈ ચાવડા,નરેન્દ્રભાઇ ફિંડોળીયા સદસ્ય શ્રી જીલ્લા પંચાયત અમરેલી,મુકેશભાઈ માંગરોળીયા કારોબારી ચેરમેન તાલુકા પંચાયત ખાંભા,વિનુભાઈ દુધાત પ્રમુખ શ્રી કિશાન સંઘ અમરેલી,કૌશિકભાઈ માલણકીયા સદસ્ય શ્રી તાલુકા પંચાયત ખાંભા, બાબભાઈ ખુમાણ સરપંચ શ્રી ખાંભા,મયુરભાઈ દુધાત સરપંચ શ્રી ત્રાકુડા, હરસુરભાઈ વાઘ સરપંચ શ્રી કાતર પરા, ડો એસ.બી. કુનડિયા નાયબ નિયામક શ્રી પશુપાલન અમરેલી,શ્રી એસ.એન.રામ મામલતદારશ્રી ખાંભા,શ્રી જેડ.કે.ધોરી તાલુકા વિકાસ અધિકારી શ્રી ખાંભા, ડો પ્રીતિ.એસ.જયસ્વાલ કૃષિ વૈજ્ઞાનિકશ્રી કે.વી.કે અમરેલી,શ્રી આર.જી. ઝાલા ખેતીવાડી અધિકારી શ્રી ખાંભા ,મહેશભાઈ બાંભણિયા વિસ્તરણ અધિકારીશ્રી ખાંભા, તાલુકાના પંચાયત સ્ટાફ તેમજ મામલતદાર કચેરી સ્ટાફ તેમજ વિવિધ ગામોમાંથી બહોળી સંખ્યમાંથી ખેડૂતો હાજર રહ્યા હતા.