લીંબડી-અંકેવાળિયા રોડ નજીક ભલગામડા ગામની સીમમાં યોજાનારી રામકથા માટે ભુમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રામકથાનું મોરારિબાપુ વાંચન કરશે કથા સાથે સંત સંમેલન અને નવનિર્મિત લીંબડી મોટા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ લીંબડી મોટા મંદિર દ્વારા લીંબડી-વઢવાણ સ્ટેટ હાઈ-વે નજીક આવેલી ભલગામડા ગામની સીમમાં આગામી 3થી 12 ફેબ્રુઆરી સુધી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરારિબાપુ રામકથાનું વાંચન કરશે. કથામાં લાખો શ્રોતાઓ આવશે તેવો આશાવાદ છે.મોટા મંદિરના મહંત લલિતકિશોરચરણજીએ રામકથાના સ્થળે ભૂમિપુજન કર્યુ હતું. જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા(ભાણુભા), તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, નીરૂભા રાણા, ઉત્પલભાઈ શાહ, બિપીનભાઈ ખાંદલા, વી.જી.રાણા,હરજીભાઈ સહિતના સ્વયં સેવકો દ્વારા કથા સમયે રસ્તા, વીજળી, પાર્કિંગ, પાણી, સ્વચ્છતા સહિત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજન કરાયુ હતું. આ પ્રસંગે મોટા મંદિરના મહંત લાલદાસજીબાપુએ જણાવ્યું હતું કે 10 દિવસ ચાલનારી રામકથામાં રોજ એકથી દોઢ લાખ લોકો આવશે. સાથે જ ચત્રભુજનારાયણ દેવના જિર્ણોધ્ધાર કરાયેલા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉપરાંત સંત સંમેલન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાલીના મઠ ભોજાયતામાં બે બાઈક વચ્ચે અકસ્માત થતા ઇજા
(રાહુલ પ્રજાપતિ):
વડાલી તાલુકાના મઠ ભોજાયત ગામની સીમમાંથી દસ દિવસ અગાઉ બે બાઈક વચ્ચે થયેલા...
કડી : ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ ઘરફોડીયાને બાવલું પોલીસે ગણતરીના કલાકોમાં પકડી જેલમાં ધકેલ્યાં
કડી : સાંથલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને કડી બાવલું પોલીસે પેટ્રોલીંગ...
Breaking News: Maharashtra में सीटों के तालमेल पर Sanjay Raut का बड़ा बयान, कहा- एक साथ लड़ेंगे
Breaking News: Maharashtra में सीटों के तालमेल पर Sanjay Raut का बड़ा बयान, कहा- एक साथ लड़ेंगे
ভাৰতত পুনৰ কভিড আক্ৰান্তৰ সংখ্যা বৃদ্ধি। যোৱা ২৪ ঘণ্টাত ১০,২৫৬ জন আক্ৰান্ত ৰোগীক চিনাক্ত।
শেহতীয়া তথ্য অনুসৰি ভাৰতত বৰ্তমান কভিড-১৯ ত আক্ৰান্তৰ সংখ্যা ১০,২৫৬ জন আৰু সক্ৰিয় ৰোগীৰ সংখ্যা...
બાબરીયાધાર ગામેથી વાવેરા સુધીના રોડ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું | Divyang News
બાબરીયાધાર ગામેથી વાવેરા સુધીના રોડ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું | Divyang News