પ્રાંતિજ ખાતે ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં કૃષિ મહોત્સવ વર્ષ-૨૦૨૩ યોજાયો

કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં અંદાજીત 600 જેટલા ખેડૂતોએ ભાગ લીધો*

         સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલ સેન્ટ્રલ ઓફ ઍક્સેલન્સ -વદરાડ ખાતે ધારાસભ્યશ્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતીમાં કૃષિ મહોત્સવ-2023નું આયોજન કરાયું હતું. 

    આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારે મિલેટ કાર્યક્રમના અનુસંધાને જાડા ધાન્ય(મિલેટ)ના ઉપયોગો તથા રોજિંદા આહારમાં તેના મહત્વ વિશે માહિતી આપી હતી.

આ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં અંદાજીત 600 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. કૃષિખાતાના અને કૃષિ વિજ્ઞાનિક દ્વારા ખેતી/બાગાયત/મિલેટ અનુસંધાને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના સ્થળે વિવિધ વાનગી તથા કૃષિ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા સદસ્યશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર શ્રી, નાયબ બાગાયત અધિકારીશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી,વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી), કૃષિ વૈજ્ઞાનિક, ગ્રામસેવક શ્રીઓ તેમજ ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા.