આરડેકતા ઇન્સ્ટિટ્યૂટમા જ્ઞાન શક્તિ પ્રોજેકટ શાળા મંજુર
સાબરકાંઠા – અરવલ્લીના આદિવાસી વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર
ગુજરાત સકરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્લ્ડબેંકના સહયોગથી સમગ્ર દેશને શિક્ષણના નવા પ્રવાહોથી માહિતગાર કરી રાષ્ટ્રીય શિક્ષણ નિતીના ધ્યેયોને યથાર્થ કરવાના ઉદેશથી જ્ઞાનશકિત પ્રોજેકટ શાળાઓ ધો. ૬ થી ૧૨ સુધીના બાળકો માટે શરૂ કરવામાં આવી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ, ભોજન રહેઠાણ રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગણવેશ સહિતની તમામ અભ્યાસ સહાયક સુવિધાઓ નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે. જે અંતર્ગત
ચાલ શૈ.વર્ષ ૨૦૨૩ થી સમગ્ર ઉત્તર ગુજરાતમાં આદિવાસી બાળકો માટે ખેડબ્રહ્માની આરડેકતા જ્ઞાનશકિત ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એકસીલેન્સને મંજુરી આપવામાં આવેલ હોઇ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના આદિવાસી વિદ્યાર્થી ભાઈ–બહેનો માટે આર્શિવાદરૂપ નીવડશે.