સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રવેશદ્વારે ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર દરેક સમાજનું આસ્થા જોડાયેલી છે. તેમાં અમુક લેભાગુ અને અસામાજિક તત્ત્વો દ્વારા છેતરપિંડીના બનાવો અને માઈ ભક્તોને લલચાવી, ફોસલાવીને ચામુંડા માતાજીના નામ પર ભક્તોના શ્રદ્ધા સાથે છેતરપિંડી કરીને આવા તત્વો પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. તેની જાણકારી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના સામે આવેલ તેથી ટ્રસ્ટ દ્વારા જાહેર સૂચના આપવામાં આવી છે.ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા ચામુંડા માતાજીના દર્શને આવતા યાત્રીક ગણને ચોટીલા ડુંગર પર પૌરાણિક અને નીજ મંદિર આવેલું છે જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે. જે દરેક ભક્તોજનોને ચામુંડા માતાજીની માનતા, બાધા, આખડી વગેરે ડુંગર ઉપર બિરાજમાન શ્રી આદ્યશક્તિ ચંડી ચામુંડા માતાજીના સાનિધ્યમાં માતાજીના ચરણોમાં પૂર્ણ થાય છે.ત્યાં જ પૂર્ણ કરશોજી તે સર્વે ભક્તજનો નોંધ લેશો અને ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા બહારગામથી કોઈ ફંડ ફાળો કે અન્ય દાન દક્ષિણા લેવા અમારા કોઈ પ્રતિનિધિ અમોએ નિમેલ નથી અને હાલ મંદિરનો કોઈ ઝીણોધર કરવામાં આવેલ નથી. આવનારા સમયમાં જ્યારે ઝીણોધ્ધાર કરવામાં આવશે તે સમયે જાણ કરવામાં આવશે માટે ભળતાં નામ વાળા ટ્રસ્ટોથી ભોળવાઈ ન જાવું તેનું ભક્તોએ ખાસ ધ્યાન રાખવું અને દાન દક્ષિણા જેવા કોઈ પણ વ્યવહાર ફક્ત ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના નામથી જ કરવા તેવી વિનંતી ડુંગર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી હતી. ચામુંડા માતાજી મંદિર પર અગણિત ભક્તો દર્શને આવતા હોય છે તેથી લે ભાગુ તત્વો દ્વારા માતાજીના ભળતા નામથી ભોળા ભક્તોને છેતરાવતા હોય છે. તેથી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ભક્તોને જાહેરમાં અપીલ કરવામાં આવી હતી.