ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક દ્વારા પાસપોર્ટ અરજદારોનું વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન કેટલીક મહત્વની વિગતો ધ્યાને લેવા જણાવાયું હતું. જેમાં વેરિફિકેશન પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે અરજદારને બોલાવવાની જરૂરિયાત રહેતી નથી.વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા, અરજદારના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે. અરજદારોના સરનામાની ચકાસણી, રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની જરૂરિયાત રહેતી નથી. પોલીસને જરૂરિયાત જણાય કે વધુ ખરાઇ કરવાની આવશ્યકતા છે તેવી કિસ્સાઓમાં જ પોલીસે રહેણાક સ્થળની મુલાકાત કરવા જણાવાયું હતું.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं