પાલનપુર તાલુકાના આકેડી નજીક બે બાઇક અથડાતાં બે યુવકોને ગંભીર ઇજા થઇ હતી. જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતુ. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે તપાસ હાથ ધરી છે.
દાંતા તાલુકાના ડાભચિતરા ગામના સુરેશભાઇ રૂંગાભાઇ ખાંટ પાલનપુર તાલુકાના પારપડા ગામે તેમના કાકા કાળાભાઇ ધર્માભાઇ ખાંટને ત્યાં મગફળી ઉખાડવા માટે ગયા હતા. જ્યાંથી પરત આવવા માટે ગુડા ગામના વિકાસભાઇ મગનભાઇ ખાંટને બાઇક લઇને બોલાવ્યો હતો. જે બંને બાઇક નં. જીજે. 08. સી.ડી. 2482 ઉપર ઘરે આવવા નીકળ્યા હતા. દરમિયાન પારપડાથી મોરીયા, આકેડી ચોકડી થઇ ભટામલ નજીક પસાર થતાં હતા. ત્યારે પુરઝડપે આવેલા બાઇક નં.આર. જે. 38. એસ. એ. 2517ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.
જેમાં બંનેને ગંભીર ઇજા થઇ હતી. જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સુરેશભાઇ રૂંગાભાઇ ખાંટનું સારવાર દરમિયાન મોત થયું હતુ. આ અંગે રૂંગાભાઇ બદાભાઇ ખાંટે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.