પાવીજેતપુર સોની ની દુકાનેથી સોનાની ચાર ચેન ની ચીલ ઝડપ કરી ભાગતા બે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાવીજેતપુર મોટી બજારમાં આવેલ જૈનિ સિલ્વર નામની સોનીની દુકાનમાંથી સોનાની ચાર ચેનો ચીલ ઝડપ કરી બાઈક ઉપર બેસી ભાગતા બે આરોપીઓને પાવીજેતપુર પોલીસે પીછો કરી પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર મોટી બજારમાં જૈની સિલ્વર સોના-ચાંદીની દુકાન આવેલ છે. જેના માલિક જયકુમાર મહેન્દ્રભાઈ સોની બપોરના સમયે જમીને ફરીથી દુકાન ઉપર બેસેલ હતા ત્યારે આશરે બે વાગ્યાના સમય પછી એક ભુરો ઝબ્બો પહેરીને આશરે ૨૫ થી ૩૦ વર્ષનો એક યુવાન આવેલ હતો અને આવીને જણાવેલ કે મારે સોનાની ચેન ખરીદવી છે. તેમ જણાવતા જય સોનીએ કાઉન્ટર ઉપરથી સોનાની ચાર ચેનો બતાવવા માટે તેઓના હાથમા આપેલ હતી. અને થોડીવાર સોનાની ચેનો જોયા પછી દુકાન માલિકની નજર ચુકવી અચાનક દુકાનમાથી સોનાની ચેનો લઈને ભાગવા લાગેલ હતો. જેથી દુકાન માલિક પણ દુકાનમાથી બહાર નીકળીને જોતા તેઓની દુકાનની બાજુમા એક બીજો માણસ મોટર સાયકલ ઉપર હેલ્મેટ પેહરીને બેસેલ હતો તેની પાછળ સોનાની ચેન લઈને ભાગનાર યુવક બેસીને બન્ને ઈસમો મોટર સાયકલ ઉપર બેસીને ભાગવા લાગેલ હતા. જેથી જય સોનીએ બુમાં બુમ કરી અને મોટર સાયકલ ઉપર સોનાની ચેનો લઈને ભાગનારનો પીછો કરેલ હતો. અને ચાલુ મોટર સાયકલે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમા નગરમાં ફરજ બજાવતા અર્જુનસિંહ નાઓને તથા મિત્ર પ્રિતેશભાઈ મહેંદ્રભાઈ પંચાલ નાઓને જાણ કરેલ હતી. અને તેમનો પીછો ચાલુ રાખેલ હતો. મોડાસર ચોકડી પાસે પહોચતા પ્રિતેશભાઈ મહેદ્રભાઇ પંચાલ તથા બીજા માણસો સોનાની ચેનો લઈને ભાગનાર બન્ને યુવકોને પકડી પાડેલ હતા. ત્યા માણસોનુ ટોળુ ભેગુ થઈ ગયેલ હતુ અને જય સોની ત્યા પહોચતા પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાથી ASI અર્જુનસિંહ તથા તેમની સાથેના બીજા પોલીસ માણસો પણ આવી ગયેલ હતા અને ત્યા આ બન્ને યુવકો ભાગવાની કોશીશ કરતા પોલીસના માણસો આ બન્નેને પકડી રાખેલ, અને તેમના ખિસ્સામા તપાસ કરતા સોનીની દુકાનમાથી લઈને ભાગેલ ચેનો મળી આવેલ હતી જેથી પાવીજેતપુર પોલીસ સ્ટાફનાઓ આ બન્ને ચોરોને પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા. આ બન્ને ચોરોની પુછપરછ કરતા સોનીની દુકાનમાથી ચેનો લઈને ભાગનારનુ નામ દિનેશભાઈ લાલસીંગભાઈ રાઠવા રહે.સ્ટુન તા.પાવીજેતપુર જી.છોટાઉદેપુર તથા મોટર સાયકલ ચલાવનારનું નામ મનોજભાઈ ધનશ્યામભાઈ તડવી રહે. માંજરોલ તા.સંખેડા જી.છોટાઉદેપુર નાઓનુ હોવાનુ જાણવા મળેલ હતુ.
આમ, પાવીજેતપુર ના મોટી બજારમાં આવેલ જૈની સિલ્વર સોનીની દુકાનમાંથી સોનાની ચાર ચેનો ની ચીલ ઝડપ કરી બાઈક ઉપર ભાગતા બે આરોપીઓને ૭૮,૭૬૭/- રૂપિયાના મુદ્દા માલ સાથે પાવીજેતપુર પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.