હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલા પ્રસિદ્ધ શ્રી રામજી મંદિર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પંચમહાલ દાહોદ અને મહિસાગર જિલ્લાનો દિવાળી અને નૂતન વર્ષ સ્નેહમિલન સંત સંમેલન તેમજ કાર્યકારીણી બેઠકનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મહામંડલેશ્વર અને વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રિય માર્ગદર્શક મંડળના સદસ્ય ધર્માચાર્ય પરમ પૂજ્ય અખિલેશ્વર દાસજી મહારાજે વિશેષ હાજરી આપી હતી અને અધ્યક્ષ પદે આરુઢ થયા હતા જ્યારે આ વિશેષ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ હાલોલ રામજી મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામશરણદાસ મહારાજ સહિત હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર તેમજ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના અનેક નામી સંતો મહંતો તેમજ અન્ય મહાનુભવો અને ભારતીય જનતા પાર્ટી સંગઠનના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં નૂતન વર્ષ સ્નેહમિલન સંત સંમેલન તેમજ કાર્યકારીણી બેઠક કાર્યક્રમને અનુલક્ષીને ઉપસ્થિત અગ્રણી સંતશ્રીઓ તેમજ ધારાસભ્ય દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું જ્યારે ઉપસ્થિત તમામ સંતશ્રીઓ અને ધારાસભ્ય દ્વારા તમામ લોકોને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ પ્રસિદ્ધ શ્રી રામજી મંદિર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા સ્નેહમિલન સંત સંમેલન યોજાયું.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/11/nerity_05640dcd946a155ebea1e2bd1d0fbd40.jpg)