બનાસકાંઠાના ડીસા પાસે પ્રેમ પ્રકરણમાં વધુ એક હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રેમમાં આડખીલી રૂપ બનતા પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી જેલના પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા તાલુકાના મુડેઠા ગામની સીમમાંથી બે દિવસ અગાઉ વહેલી સવારે એક ખેતર પાસે અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા જ ભીલડી પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને તપાસનો દોર શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસ કરતા મૃતકના શરીર પર ઇજાના નિશાન દેખાયા હતા જેથી પોલીસને હત્યા થઈ હોવાની શંકા ગઈ હતી. તેમજ પોલીસે વધુ તપાસ કરતા મૃતક મુડેઠા ગામનો 35 વર્ષીય વિરાજી રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં લાશને પીએમ અર્થે ખસેડી તેના વાલી વારસોને જાણ કરી હતી. હત્યાની શંકાના આધારે ભીલડી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરતાં મૃતકની પત્ની પર શંકા ગઈ હતી.
જેથી પોલીસે મૃતકની પત્ની સોનલ રાઠોડને બોલાવી ઉલટ પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. જેમાં સોનલ રાઠોડને મુડેઠા ગામના જ અલ્પેશસંગ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો અને આ બંનેના પ્રેમમાં તેનો પતિ અડચણ રૂપ જણાતો હતો. જેથી તેને પ્રેમમાં બાંધારૂપ પતિની હત્યાનું કાવતરું કર્યું હતું. જે કાવતરા મુજબ બે દિવસ અગાઉ વીરાજી રાઠોડ તેમના ખેતર પહોંચ્યા હતા. તે સમયે અગાઉથી જ બાજુના ખેતરમાં છુપાઈને બેઠેલા અલ્પેશસંગ રાઠોડે વીરાજી પર લોખંડના ધારિયા વડે હુમલો કરી ઘા મારી તેની હત્યા કરી હતી. તેમજ બીજા દિવસે વહેલી સવારે લાશને મુડેઠા ગામની સીમમાં ફેંકી ત્યાંથી નાસી ગયો હતો. હત્યારી પત્નીએ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલતા પોલીસે તરત જ તેની અને તેના પ્રેમીની અટકાયત કરી હતી.
આ અંગે જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, મુડેઠા ગામની સીમમાંથી બે દિવસ અગાઉ લાશ મળી હતી. આ અનડિટેક્ટ ગુનાને શોધવા માટે પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મૃતકની પત્નીએ જ તેના પ્રેમી સાથે મળી હત્યા કરી હતી. જેથી પોલીસે અત્યારે હત્યા કરનાર સોનલ રાઠોડ અને તેના પ્રેમી અલ્પેશસંગ રાઠોડની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.