હાલોલ તાલુકાના બાસ્કા ગામ નજીક વાંસેતી રોડ પર આવેલ બીડીઆર ફાર્માસ્યુટિકલ્સ કંપનીના બીડીઆર ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષે વિવિધ ફાર્મા કંપનીઓ વચ્ચેની ૮ ટીમ વચ્ચે યોજાયેલી ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ આગામી ૨જી ડિસેમ્બરના રોજથી વડોદરાના ૩ અલગ અલગ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર બીડીઆર ફાઉન્ડેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગત વર્ષની સફળતાથી પ્રેરિત થઈ આ વખતે કુલ ૧૨ જેટલી ફાર્મા કંપનીઓની ૧૨ ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિસ્સો લેશે જેમાં ગત વર્ષની ચેમ્પિયન બીડીઆર કંપનીની ટીમ સહિત સનફાર્મા કંપનીની વડોદરા તેમજ મુંબઈની ટીમ તેમજ વીરદેવ ઇન્ટરમિડીયેટર સુરત, લુપીન ફાર્મા કંપની પાદરા વડોદરા,અમી લાઈફ સાયન્સ વડોદરા, મેપ્રો ફાર્માસ્યુટિકલ્સ જરોદ વડોદરા, સુદીપ ફાર્મા કંપની વડોદરા,શૈમિલ લેબોરેટરી કંપની વડોદરા, એપોથીકોન ફાર્મા કંપની વડોદરા, ભારત પેરેન્ટર વડોદરા અને એ.એલ.એમ. એમ્યુલેશન વડોદરા મળી કુલ ૧૨ કંપનીની ટીમો વચ્ચે મેચો રમાશે જેમાં કુલ ૨૫ મેચો ફાયનલ સહિત રમાશે જે પૈકીની સેમિફાઇનલ અને ફાયનલ મેચ રાત્રી દરમ્યાન (નાઈટ) હશે બાકીની તમામ મેચો દિવસે (ડે) રમાશે જ્યારે વડોદરાના અકોટા ખાતે આવેલા સંગ્રામસિંહ ગાયકવાડના ગ્રાઉન્ડ વડોદરાના ખાનપુર ક્રિકેટ એકેડમી સેવાસી ખાતે તેમજ ગોત્રી ખાતે આવેલ વડોદરા ક્રિકેટ એકેડમીના ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે જેને અનુલક્ષીને આજરોજ બીડીઆર કંપની ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રસિંહ પરમાર,પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુર ધ્વજસિંહજી પરમાર, બીડીઆર કંપનીના ડાયરેક્ટર રાહીલ શાહ અને જયેશ ત્રિવેદી તેમજ બીડીઆર કંપનીના ગ્રુપ એચઆર હેડ પવન શ્રીવાસ્તવ તેમજ અધિકારીઓને કર્મચારીઓ સહિત હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવિણસિંહ પરમાર સહિત વિવિધ ફાર્મા કંપનીઓના અધિકારી કર્મચારીઓની હાજરીમાં બીડીઆર ફાઉન્ડેશન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટના ટી-શર્ટનું વીમોચન અને ટ્રોફીના પ્રદર્શન સહિતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે તમામ ૧૨ કંપનીઓની ૧૨ ટીમોનું ટી-શર્ટનું વિમોચન કરી વિતરણ કરાયું હતું અને ટુનામેન્ટમાં વિજેતા બનનાર ટીમ સહિત રનર અપ ટીમ તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અન્ય ખેલાડીઓની પ્રોત્સાહક ટ્રોફીનું પ્રદર્શન કરી તમામ ટીમો વચ્ચે રમનારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.