ખાણી પીણી ચીજ વસ્તુઓ માં નશિલા પ્રદાથ ભેળસેળ ની ફરિયાદ આધારે ગોધરા નાં લાલ બાગ બસ સ્ટેન્ડ નજીક આવેલ નામાંકીત મહાકાળી ચા નીહોટલ માં ખાણી પીણી ચીજ વસ્તુઓ માં નશીલા પદાર્થ ભેળસેળ કરી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતું હોવાની ફરિયાદ મળી હતી જે ફરિયાદ ના આધારે જિલ્લા પ્રાંત અધિકારી સહિત ફુડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ FSL ટીમ હોટલ ખાતે પહોચી હતી અને ચા બનાવવા મા ઉપયોગ લેવામા આવતી ચા મસાલા મિશ્રણ સહિત સામગ્રીના નમુના લેવામાં આવ્યા હતાં ખાણી પીણી ચીજ વસ્તુઓ માં નશીલા પદાર્થ નુ ભેળસેળ ગંભીર બાબત હોય ગોધરા પ્રાંત અધિકારી પ્રવીણ સિહ જેતાવત દ્વારા FSL તેમજ પોલીસ ટીમ સાથે રાખી ખાણી પીણી ચીજ વસ્તુઓ નાં નમૂના લેવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી 

ફુડ એન્ડ ડ્રગ અને નશાબંધી વિભાગ દ્વારા ચા બનાવવાં ઉપયોગ લેવામા આવતા ચા મસાલા મિશ્રણ સહિત અલગ અલગ ન બે નમુના લેવામાં આવ્યા હતા અને લેવામાં આવેલ નમૂના તપાસ અર્થે સરકારી લેબ ખાતે મોકલવમાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.