કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ને ટીઆરબી જવાનોએ આવેદન પત્ર આપી જણાવેલ કે ટ્રાફીક બ્રિગેડના સભ્યોને ૧૦ વર્ષ પુર્ણ થયેલ છે તેઓ તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં બ્રિગેડના કામગીરીમાંથી મુકત કરવા. જે ટ્રાફિકબ્રિગેડના સભ્યોને પ વર્ષથી વધુ સમયગાળો થયેલ છે તેઓને તા.૩૧/૧૨/૨૦૨૩ સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાંથી મુકત કરવા
જે ટ્રાફિક બ્રિગેડના સભ્યોને ૩ વર્ષથી વધુ સમયપુર્ણ થયેલ હો તેવા ટ્રાફિક બ્રિગેડના સભ્યોને તા.૩૧/૦૩/૨૦૨૪ સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાંથી મુકત કરવા માટે ના પત્રથી અમો ટ્રાફિક બ્રિગેડ કાલોલ જિ પંચમહાલ તથા તમામ ગુજરાત રાજય ટ્રાફિક બ્રિગેડના સભ્યો ને તાત્કાલિક બેરોજગાર થઈ જઈશુ અને અમારી પાસે નોકરીનો કોઈ વિકલ્પ રહેતો નથી. અમે ટ્રાફિક બ્રિગેડના સભ્યો વર્ષોથી નિષ્ઠાપુર્વક ફરજ બજાવીએ છીએ. ગરમીના તડકામાં, ઠંડીમાં, વરસાદના પાણીમા અમો માનદ સભ્યો ૩૦૦/- દૈનિક એમ માસિક રૂ.૭૮૦૦/- રૂપિયા ભથ્થા પ્રમાણે. ફરજ બજાવીએ છીએ અમે ગુજરાત રાજ્યના ટ્રાફિક બ્રિગેડ સભ્યો વર્ષોથી ગુજરાતની જનતાની ખંત અને નિષ્ઠાપુર્વક સેવા કરીએ છીએ જેથી ગુજરાત રાજય ટ્રાફિક બ્રિગેડ (કાલોલ મત વિસ્તાર ૧૨૭ પંચમહાલ લોકસભા ૧૮) ને વિનંતી કે કાલોલ ટ્રાફિક બ્રિગેડ સભ્યોની ફરજ મુકત ન કરી અમોને ગુજરાત રાજય ટ્રાફિક બ્રિગેડ સભ્યોને (કાલોલ) ને છુટા-કરવાના નિર્ણય ને તંત્ર દ્વારા ફેર-વિચારણા કરી અમો ગુજરાત ટ્રાફિક બ્રિગેડ ના સભ્યોને છુટા ન કરી ફરજ મુકત ન કરી નોકરી પર ચાલુ રાખવા આપ સાહેબશ્રીને ૬૪૦૦/- ટ્રાફિક બ્રિગેડ સભ્યો તરફથી વિનંતિ કરીએ છીએ અમારા પરિવારનું વિચારીને અમારા પરિવાર ની લાગણી ને ધ્યાનમાં રાખી આપ દયા(કૃપા) કરવા વિનંતિ અને D.G. ના નિર્ણય ને ફેર વિચારણા કરી ફરજ મુકત ન કરી ટ્રાફિક બ્રિગેડ સભ્યોને નોકરી પર યથાવત રાખવા વિનંતિ જેને ગૃહ મંત્રી ને મોકલી આપવા આવેદન આપ્યુ છે.