ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે વધુ બે તસ્કરોને ઝડપી પાડ્યા છે. તેમજ ઝડપાયેલા શખ્સના ઘરની પાછળ સંતાડેલી ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા શહેરમાંથી તાજેતરમાં કોમ્પ્યુટર સહિતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ દક્ષિણ પોલીસ મથકે નોંધાઇ હતી. જેથી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે ડીસા ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝાની સુચના અને પી.આઇ આર.એસ.દેસાઇના માર્ગદર્શન હેઠળની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે શહેરના ગંજીપુરા ગવાડી વિસ્તારના એક રહેણાંક મકાનમાં રેડ કરી ત્યાંથી અને ઘરની પાછળ ચોરી કરી સંતાડેલ કોમ્પ્યૂટર પ્રિન્ટર સહિતનો 19 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપી અસલમ તાહીરહુસૈન કુરેશી અને સોહિલ તાહીરહુસૈન કુરેશીની અટકાયત કરી હતી. તેમજ ચોરી કરેલો મુદ્દામાલ જપ્ત કરી વધુ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા હતા.