દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના માદરે વતન મોજરૂ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો,,,,,૧૫૬ ઢોલ થી પધારેલ મહેમાનો નું ભવ્ય સ્વાગત કરાયું....

મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા,,,. ધારાસભ્ય કેશાજી ચૌહાણે પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ..લોકસભાની ચૂંટણીના પડખમ વચ્ચે ભારતીય જનતા પાર્ટી સક્રિય બની ગઈ છે.જો.કે હાલ નવા વર્ષની શુભકામનાઓ માટે કાર્યક્રમો થઈ રહ્યા છે.ત્યારે દિયોદર તાલુકાના મોજરુ જુના ગામે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના માદરે વતન મોજરૂ ખાતે નવા વર્ષની શુભેચ્છા માટે નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ સ્નેહ મિલનમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમનો પ્રવાસ રદ થતા ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ નું ભાજપ ના સ્થાનિક કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં ૧૫૬ ઢોલ તેમજ ગામની બહેનોએ પધારેલ મહેમાનોનું સામૈયું કરી સ્વાગત કર્યું હતું.ત્યાર બાદ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ એ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આગામી ચૂંટણીમાં ભાજપને બહુમતી સાથે વિજય બનાવવાનો સંકલ્પ કરાવ્યો હતો.દિયોદર વિધાનસભા ના ગામડાઓમાં નર્મદા નું પાણી નહીં પહોંચે ત્યાં સુધી સન્માન નહીં સ્વીકારું તેવું પણ જણાવ્યું હતું.તેમજ ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, સાંસદ પરબતભાઈ પટેલ,જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ,, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ પટેલ,બનાસ ડેરી અને બેંક ના ડિરેક્ટર આઈ .ટી .પટેલ , દીયોદર તાલુકા ભાજપ પ્રમુખ હસુભાઈ પટેલ , પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા ,રમેશભાઈ પટેલ , જિલ્લા યુવા ભાજપ મહામંત્રી રમેશભાઈ દેસાઈ, ઠાકરશીભાઈ દેસાઈ,,યુવા મહામંત્રી ભરતભાઈ જોશી, બનાસકાંઠા મહિલા મોરચા ના પ્રમુખ ભીખીબેન વોરા, દિયોદર મહિલા મોરચા ના પ્રમુખ અલકાબેન જોશી , મહિલા મોરચા ના મહામંત્રી લલિતાબેન નાઈ યુવા પ્રમુખ ભરતભાઈ ચૌધરી, દિયોદર તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ દવે, પ્રદીપભાઈ શાહ સહિત બનાસકાંઠા જિલ્લાના ભાજપ નું મોવડી મંડળ તેમજ હજારો સમર્થકો હાજર રહ્યા હતા. સૌ કોઈ એ નવા વર્ષની શુભેચ્છાઓ ની આપ લે કરી હતી.....