ડીસામાં ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર વધુ ત્રણ શખસોને પોલીસે ઝડપી લીધા હોવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે રોકડા સહિત 17 હજારના મુદ્દામાલ અને બે સગીર સહિત ત્રણ શખસોને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે, સામે પોલીસ પણ સતર્ક બની આવા ચોરોને પકડી પાડી જેલના હવાલે કરી રહી છે, જેમાં ડીસા શહેર ઉત્તર પોલીસે આજે પાલનપુરમાં ઘરફોડ ચોરી કરનાર વધુ ત્રણ શખસોને આજે ડીસાથી પકડી પાડ્યા હતા, ડીસા શહેર ઉત્તર પોલીસનો સ્ટાફ આજે પેટ્રોલિંગમાં હતો , તે સમયે નહેરુનગર ટેકરા વિસ્તારમાં આવેલા રાજીવ આવાસ યોજના ની બિલ્ડીંગ પાસે શંકાસ્પદ શખસ ઉભો હોવાની માહિતી મળી હતી, પોલીસ ની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને શકમંદ ભરત લુહાર ને બોલાવી તેની સઘન પૂછ પરછ કરતા તેને પાલનપુર અમદાવાદ હાઇવે પર ઓવર બ્રિજ પાસે આવેલી પાટીદાર કોર્પોરેશન ની દુકાનમાંથી એલ્યુમિનિયમ સેક્શન અને હાર્ડવેર ના 1.90 લાખના સામાન ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી..

જેમાં પોલીસે તેની વધુ પૂછ પરછ કરતા તેને અન્ય બે સગીર કિશોરો સાથે મળી ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરતા પોલીસે ત્રણેય શખસોની અટકાયત કરી હતી. તેમની પાસેથી ચોરીમાં કરેલ 17 હજાર થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..