લખતરના સદાદ રોડ પર મામલતદાર કચેરીની પાછળ એક યુવાન પડી ગયો હોવાન જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના હેમભા ડોડીયાની સુચનાથી દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં તા.13 નવેમ્બરથી શોધખોળ હાથ ધરવામાં આવતા બે દિવસ બાદ તા 16 ના રોજ યુવાનની લાશ બાળા પંમ્પીંગ સ્ટેશને અટકાઇ જતા મળી આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.30 વર્ષીય યુવાન દિલિપકુમાર બાદશાહસિહ હોવાનુ અને મુળ મધ્યપ્રદેશના અને સાયલાથી લખતરના પુરવઠાના ગોડાઉનમાં મજુરી કામ અર્થે આવ્યા હોવાનુ અને ન્હાવા કેનાલમાં પડ્યા બાદ ડુબી ગયાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવતાં ગાંધી હોસ્પીટલમાં પીએમ હાથ ધરાયું હતું.