લોકરક્ષક તરીકે ફરજ બજાવતા ભીખાભાઈ માનસંગભાઈ જાંબુડીયા રહે.ભલગામડા તા.લીંબડી તથા પો.સ.ઈ.તરીકે ફરજ બજાવતા ગંભીરસિંહ એન કાઠીયા રહે.વઢવાણનાઓ ઘણા લાંબા સમયથી ગંભીર બિમારી સબબ રજા પર હોય પોલીસ અધિક્ષકશ્રી ડો.ગીરીશ પંડયાનાઓ દ્વારા તેમજ ચુડા.લીંબડી તથા વઢવાણ પોલીસ દ્વારા દિવાળી તહેવાર નિમિતે તેઓના ઘરે રૂબરૂ મુલાકાત કરી દિવાળીની મીઠાઈ આપી ખબર અંતર પુછવામાં આવેલ.આશરે આઠ માસ પહેલા એસ.પી.કચેરી સુરેન્દ્રનગર ખાતે આર.ટી.આઈ.શાખામાં ફરજ બજાવતા હતા તે સ્વ.હેડ કોન્સ.જીવરાજભાઈ કાળુભાઈ સોરઠીયા, રહે.રતનપર(સુરેન્દ્રનગર) નાઓને ચાલુ ફરજ દરમ્યાન હાર્ટ એટેક આવતા મૃત્યુ પામેલ હોય આજરોજ દિવાળી તહેવાર નિમિતે જોરાવરનગર પોલીસ દ્વારા તેઓના પરિવારને દિવાળીની મીઠાઈ આપી શુભેચ્છાઓ પાઠવેલ.સુરેન્દ્રનગર જિલ્લા ખાતે કયુ.આર.ટી.શાખામાં ફરજ બજાવતા યોગેશભાઈ અમરશીભાઈ સરવૈયા રહે.સુરેન્દ્રનગર નાઓને હાર્ટ એટેક આવતા બે વેન બ્લોક તથા બાયપાસ સર્જરી કરાવેલ.આવી ગંભીર બિમારી થતા તેઓ હાલે લાંબી રજા પર હોય.જેથી એમ.ટી.વિભાગના પો.સ.ઈ.તથા સ્ટાફ દ્વારા દિવાળી તહેવાર નિમિતે તેઓના ઘરે રૂબરૂ મુલાકાત કરી મીઠાઈ આપી ખબર અંતર પુછવામાં આવેલ.સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા પો.સ્ટે.વિસ્તારના સ્વ.ધર્મેન્દ્રસિંહ પરમાર રહે.ચુડા નાઓ તા.20/7/2023ના રોજ અમદાવાદમાં ચાલુ ફરજે હિટ એન્ડ રન કેસમા શહિદ થયેલ, તેઓના નિવાસ સ્થાન પર રૂબરૂ મુલાકાત કરી તેઓના પરિવારને દિવાળીની મીઠાઈ આપી શુભેચ્છાઓ પાઠવેલ હતી.આશરે દોઢએક વર્ષ પહેલા સ્વ.હે.કો.પરાક્રમસિંહ પ્રતાપસિંહ પરમાર કે જેઓ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા અને ચાલુ ફરજ દરમ્યાન તેઓને હાર્ટએટેક આવતા મૃત્યુ પામેલ હોય આજરોજ વઢવાણ પોલીસ સ્ટેશન દ્વારા તેઓના ઘરે જઈ તેઓના પરિવારને દિવાળીની મીઠાઈ આપી શુભેચ્છા મુલાકાત લીધેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विद्यार्थी दशेत माहिती अधिकाराचा अभ्यास आवश्यक पाटील
विद्यार्थी दशेतच माहितीच्या अधिकाराचा चांगल्या पद्धतीने अभ्यास आणि वापर केला...
મોડાસા થી રામદેવરા રણુજા નીકળેલા પદયાત્રીઓનું ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય સ્વાગત| ATN NEWS GUJARAT
111 લાંબી ધર્મ ધજા સાથે મોડાસા થી રામદેવરા રણુજા નીકળેલા પદયાત્રીઓનું ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય...