સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પહોંચી ચૂક્યા છે અને દરોડા પાડવામાં આવી રહ્યા છે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચેકિંગ કામગીરી પ્રથમ તબક્કે હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નજીક આવેલી એશિયાની સૌથી મોટી કેમિકલ ની ફેક્ટરીમાં પણ ઇન્કમટેક્સ વિભાગ એ દરોડા પાડ્યા છે અને તપાસ કામગીરી હાથ ધરી છે કે સૌથી મોટી કેમિકલની એશિયાની ફેક્ટરી મભૂ ગણવામાં આવી રહી છે આ ફેક્ટરીમાં દરોડા પાડી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ વહેલી સવારથી આ ફેક્ટરીમાં પહોંચી ચૂક્યા છે વિવિધ પ્રકારના આર્થિક લેવડદેવડના હિસાબો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે.પાચ ગાડીઓ ના કાફલા સાથે ઈન્કમ ટેક્સના અધિકારીઓ પહોંચ્યા છે અને આ અંગે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યારે ઉલ્લેખની અસર કે વર્ષો જૂની મભૂ કંપની ગણવામાં આવી રહ્યું છે અને એશિયાની સૌથી મોટી કેમિકલ બનાવતી કંપની ધાંગધ્રા નજીક આવેલી છે ત્યારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને કોઈ ગંધ આવતા આ મુદ્દે આજે દરોડા પાડવામાં આવ્યા છે અને વહેલી સવારથી ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.હાલની પરિસ્થિતિ મુજબ પાંચ ગાડીઓમાં આવેલા અધિકારીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે જે આર્થિક વ્યવહારના લેવડ દેવળના ચોપડાઓ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે અને હાલની પરિસ્થિતિ મુજબ મભૂ જે કંપની આવેલી છે ત્યાં અંદરથી બહાર અને બહારથી અંદર જવાનું બંધ કરી દેવામાં આવ્યું છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઇન્કમટેક્સના દરોડા પાડી અને આ અંગે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.