બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મૂકવાં નાં કાર્યક્રમને રોકવા આદેશ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો
નડિયાદ તાલુકાના મરીડા ગામમાં આવેલા વણકર સમાજના કુવાની જગ્યા પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લોકો મૂકવા માટે વણકર સમાજના દ્વારા આજે ખાતમુર્હત કાર્યક્રમ યોજાવાનો હતો. જોકે ગામના કેટલાક લોકોએ આવી ચઢીને આ જગ્યાએ પ્રતિમા નહીં મૂકવી તેવું જણાવી કાર્યક્રમને રોકવા આદેશ કર્યો હતો જે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. જેથી હાલમાં વણકર સમાજના લોકોએ આ કાર્યક્રમ મોકૂફ કરી દીધો છે.