કાલોલ શહેરમાં સાયબર ફ્રોડનો એક ગુનો સામે આવ્યો છે. કાલોલ શહેરના હનુમાન ફળિયામાં રહેતા એક ઇસમના બેંક ખાતામાંથી રૂ.૧,૩૫૦૦૦ જેટલી રકમ ઓનલાઇન માધ્યમથી ઉપાડીલીધા હોવાની વિગતો સાથે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ શહેરના હનુમાન ફળિયાના રહીશ જીગ્નેશકુમાર અશ્વિનકુમાર શાહ
પોતે 4/10/ 2023 ના રોજ ઘરે હતા તે વખતે સાંજના આશરે ચાર વાગ્યાના અરસામાં તેઓના ઇન્સ્ટાગ્રામા ની આઈડી ઓપન કરી જોતા હતા તે વખતે તેમના એક નટરાજ પેન્સિલ પેકિંગ ની જાહેરાત જોઈ જેમાં ઘર બેઠા પેન્સિલ પેકિંગ કરીને પાર્ટ ટાઈમ જોબ કરીને પૈસા કમાવાની જાહેરાત નો વિડીયો જોયેલો અને તેમાં એક લિંગ આપેલી હતી જો કામ કરવાની ઈચ્છા ધરાઓ છો તો તે મેસેજ કરતા તેણે મને નટરાજ પેન્સિલ કંપની મુંબઈ હેડ ઓફિસ મેનેજર બોલું છું જોડાવા માટે પ્રથમ જોઈન્ટ ફી અને જરૂરી ડોક્યુમેન્ટ સેન્ડ કરવાનો જણાવ્યું હતું જેમાં તેમણે પ્રથમ આધાર કાર્ડ સેલ્ફી ફોટો માંગણી કરતા ફરિયાદીએ ઉપરોક્ત વોટ્સએપ ઉપર સેન્ડ કરેલ તે પછી તેમને મોબાઈલ જોઇનિંગ ફી ભરવાનું જણાવી તેઓએ એક સ્કેનર્સ મોકલેલ અને તેની ઉપર જોઈનિંગ ફી રૂપિયા 620 ભરવાનું જણાવતા આ પૈસા મોકલેલા સ્કેનર્સ ઉપર થી રૂપિયા 620 ફરિયાદીએ બેક ઓફ બરોડા બેંકના ખાતામાંથી પેટીએમ ઓનલાઇન ટ્રાન્સફર કરેલા પછી તેને ઠગે જણાવેલ કે બીજા દિવસે 11 વાગે માલ એટલેકે પેન્સિલ તમારા આધાર કાર્ડ વાળા સરનામા ઉપર આવી જશે તેમ જ તે પછી બીજા દિવસે સવારે ફરિયાદીએ તેમને મોબાઈલ ઉપર ફોન કરીને જાણ કરી કે હજુ સુધી માલ આવેલ નથી જેથી ઠગે તમે બીજા ટેક્સના રૂ 2550 મોકલવા પડશે તે પછી તમારા માલની ડીલેવરી થશે જેથી 5/10/2023 ના રોજ ₹2550 તેણે આપેલા મોબાઈલ નંબર ઉપર મોકલવા જણાવતા ફરીથી પેટીએમ ઓનલાઇન ટ્રાન્સફર કરેલા તે પછી ઠગે ફરિયાદી ને ખોટુ ટ્રાન્જેકશન કરેલ છે તમારે ફરીથી મોકલવા પડશે તેમ કહેતા મેં તેને ફરીથી 2500 ઓનલાઈન કર્યા પછી ફરિયાદી નેજણાવ્યું કે માલનું પૂરેપૂરો પેમેન્ટ કરવું પડશે તો જ આ માલ તમને મળશે તેમ કહી ફરિયાદી પાસેથી 4,900 માંગતા ઓનલાઈન ટ્રાન્સફર કરેલા જે પછીની સિસ્ટમમાં એરર આવે છે તેમ કહીને ફરિયાદી પાસે અલગ અલગ મળી કુલ 1,35,000 મારી પાસેથી મોબાઈલ નંબર 63 71230861 ઉપર ઓનલાઇન ટ્રાન્સફર કરાવેલ તે પછી પણ પેન્સિલ મોકલવા વાળો ફરિયાદી પાસે છેતરપિંડી કરી ઠગાઈ કરી હોવાનુ જાણતા કહેલ કે માલ નથી જોઈતો અને મને મારા રૂપિયા પાછા આપી દો જેથી તેણે જણાવેલ પૈસા પરત નહીં મળે અને માલ પણ નહીં મળે તેવી કહીને તેનું મોબાઇલ ફોન બંધ કરી દીધેલ છે જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે અજાણ્યા સાઇબર ઠગ વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે