પાટડી તાલુકાના ઉમિયા વિજય સોસાયટીમાં રહેતા એક પરિવારની માત્ર પાંચ વર્ષની માસુમ દીકરી ઘરમાં હિંચકા ખાઈ રહી હતી. અને ઘરના તમામ સભ્યો નીચે ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતા, ત્યારે હિંચકા ખાતા સમયે આ પાંચ વર્ષની માસુમ બાળકીને હિંચકાની દોરીથી ગળેફાસો આવી જતા એનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાથી એક સામાન્ય પરિવારમાં દિવાળીના તહેવાર સમયે જ અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે આ ઘટનાની જાણ થતાં આજુબાજુમાંથી પાડોશીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતાં પાટડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ માસુમ બાળાની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે પાટડીના સામાન્ય પરિવારમાં પાંચ વર્ષની માસુમ બાળાના અકાળે મોતથી દિવાળીના તહેવારનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો હતો.
પાટડીમા પાંચ વર્ષની બાળકી હીંચકા ખાતા ગળે ટૂંપો આવતા કમકમાટીભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી
