ધ્રાંગધ્રામાં સિનેમા પાસે આવેલી મોબાઈલની દુકાનમાં બે શખ્સો દ્વારા ધોકા વડે માર મારી રોકડ રકમની લુંટ કરી હોવાની સિટી પોલીસ મથકે સામસામે છ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ધ્રાંગધ્રામાં રહેતા અને નવયુગ સિનેમા પાસે મોબાઈલની દુકાન ધરાવતા દિલીપ લલીતભાઈ વાણિયા અને મિત્રો ઉત્તમભાઈ પરમાર, કુલદિપભાઈ ચૌહાણ મોબાઈલની દુકાન બહાર બેઠા હતા. તે દરમિયાન ધ્રાંગધ્રાના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા વિનોદ ઉર્ફે ઓન્ચો લાખાભાઈ પરમાર અને રણજીતભાઈ ખુશાલભાઈ પરમારે બાઈક પર આવી સામે કેમ જુઓ છો ? માર ખાવો લાગે છે, તેમ જણાવી અપશબ્દો બોલી સાથે લાવેલી છરી કાઢી નાક પર મારી હતી.તેમજ લાકડાના ધોકા વડે માર મારી ખીસ્સામાં રહેલા રોકડ રૂા.2,500 લુંટી લીધા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી બાઈક પર નાસી છુટયા હતાં. દિલીપને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે સામાપક્ષે વિનોદભાઈ પરમાર દ્વારા ચાર શખ્સો સામે છરી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી તેમજ રોકડ રૂા.5,000ની લુંટ અંગે દિલીપભાઈ વાણિયા, લલીતભાઈ વાણિયા, મનોજભાઈ વાણિયા, કેશાભાઈ વાણિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.