મૂળી તાલુકાનાં સરા ગામે આવેલ મેલડીમાં મંદિર લાખોનાં ખર્ચે તૈયાર થયુ છે જેનો 3 થી 5 નવેમ્બર ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં શોભાયાત્રા,યજ્ઞ,આનંદ મેળો સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો આ પ્રસંગે મંદિરનાં ભુવા ચંદ્રકાંતભાઇ દોષી,મૂળી સ્વામિનારાયણ મંદિરનાં મહંત હરીપ્રકાશદાસજી સ્વામી આત્મપ્રકાશદાસજી સ્વામી સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.