ડીસાની આદર્શ શિશુ વાટીકામાં આજે દિવાળી પર્વની ઉજવણી કરાઇ હતી. નાણાં બાળકોએ રામ લક્ષ્મણ સીતા સહિતના પાત્રો ભજવી રામ રાજ્ય બનાવી દિવાળી પર્વની ઉજવણીની સાથે સાથે તેનું મહત્વ પણ સમજ્યા હતા.

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત મંગળદાસ પટેલ આદર્શ શિશુવાટિકા ડીસા અને શ્રી સોનામા આદર્શ શિશુ વાટિકા ડીસાના સયુંક્ત ઉપક્રમે આજે શિશુવાટિકામાં દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન તથા ભરતની વેશભૂષામાં આવ્યા હતા અને બીજા બાળકો પણ મંગલ વેશમાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં રામ, લક્ષ્મણ સીતાનું આગમન થયું હતુ. જેમાં ભરત અને શત્રુજ્ઞ દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતુ. નગરજનનો (બાળકો) દ્વારા તેમના પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. શિશુવાટિકાની દીદીઓ દ્વારા પૂજન તથા આરતી કરવામાં આવી હતી. આમ શ્રીરામના આગમનની ખુશીમાં શિશુવાટીકાના નાના ભૂલકાઓ દ્વારા નાના નાના ફટાકડાઓ તથા ફૂલઝરી દ્વારા દિવાળી પર્વની ઉજવણી કરી આ પર્વના મહત્વ વિશે બાળકો માહિતગાર થયા હતા.