(રાહુલ પ્રજાપતિ)
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સાબરકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર ધ્વારા ભારત સંકલ્પ યાત્રા બે મહિના સુધી પરિભ્રમણ કરનાર છે ત્યારે તેમાં ચાર આધુનિક રથો સાથે સરકારની ૧૭ યોજનાઓની માહિતી દરેક ગામમાં અને ઘરમાં પહોંચે તે માટે સુચારૂ આયોજન કરવા બુધવારે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં અધિકારીઓ સાથેની બેઠકનું આયોજન કરાયું હતુ.
આ બેઠકમાં કલેક્ટર નૈમેષ દવેએ જણાવ્યું કે, સરકારની વિવિધ ૧૭ યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે જિલ્લામાં આગામી તા. ૨૧ નવેમ્બર ૨૦૨૩ થી બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાને ચાર આધુનિક પ્રકારના રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથના ગામોમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજાશે.
જનસેવાના ઉદ્દેશ સાથે યોજનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન જિલ્લામાં સો ટકા લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે એ માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવાશે. જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ જણાવ્યું કે, સાબરકાંઠા જિલ્લામાં ૫૧૮ ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરશે અને રોજના બે ગામોમાં મુકામ કરશે.