*સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે “યુથ એ જોબ ક્રિએટર” થીમ પર પ્રદેશકક્ષા યુવા ઉત્સવનું આયોજન કરાયું*
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે “યુથ એ જોબ ક્રિએટર” ની થીમ પર આધારીત ઉત્તર ગુજરાત પ્રદેશકક્ષા યુવા ઉત્સવનું આયોજન તા.૦૭ નવેમ્બર ૨૦૨૩ થી તા.૦૮ નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન શેઠ કે.ટી.હાઇસ્કૂલ, ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવ્યુ હતું. પ્રદેશકક્ષા યુવા ઉત્સવનું ઉદઘાટન શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીના હસ્તે કરાયું હતું.
આ કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્ર્મ યોજાયો હતો.
ઉત્તર ગુજરાત પ્રદેશકક્ષા યુવા ઉત્સવમાં સમગ્ર ઉત્તર ગુજરાતના કુલ ૧૦ જિલ્લાઓમાંથી અલગ-અલગ ૩૩ કૃતિઓમાંથી સાહિત્ય વિભાગ, કલા વિભાગ, નૃત્ય વિભાગ, સર્જનાત્મક કારીગરી, નાટ્ય વિભાગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સાબરકાંઠા અને ખેડબ્રહ્મા કે.ટી.હાઇસ્કૂલ કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ તેમજ અન્ય આમંત્રિત મહેમાનોએ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .