પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી થી ખાંડ્યાકુવા વચ્ચે રોડ ઉપર વધી ગયેલી ઝાડી ઝાંખરા થી અકસ્માતનો ભય
પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી થી ખાંડીયા કુવા વચ્ચેના રોડ ઉપર ઊગી નીકળેલ ઝાડી ઝાંખરાના કારણે અકસ્માતનો ભય જનતાને સતાવી રહ્યો છે.
પાવીજેતપુર તાલુકાના ભેંસાવહીથી ખાંડીયા કુવા તરફ જવાના વળાંકવાળા રસ્તાઓ ઉપર લાંબા સમયથી વધી ગયેલી ઝાડી ઝાંખરાની સફાઈ કરવામાં ન આવતા જનતાને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. કેટલીક વાર વળાંક અને વધી ગયેલ ઝાડી ના કારણે બાઈકો તેમજ અન્ય સાધનો એકબીજાને ઠોકાઈ અકસ્માત સર્જાય છે. વર્તમાન સમયમાં સાધનોની સંખ્યા વધી જવા પામી છે. ભેંસાવહીથી ખાંડીયા કુવા, પોલનપુર, બારાવાડ, વાંટા વગેરે પંદરથી વધુ ગામો આ રસ્તા ઉપરથી રોજ સેંકડોની સંખ્યામાં સાધનો લઈને પસાર થાય છે. પરંતુ રોડ ખાતાના અધિકારીઓને આ રોડ રસ્તા ઉપર વધી ગયેલી ઝાડી ઝાંખરા દેખાતા નથી. આ ઝાડીઓની સફાઈ કરાવવામાં ન આવવાના કારણે ઘણીવાર અકસ્માતો સર્જાય છે. ઝાડીના કારણે જો અહીંયા મોટો અકસ્માત સર્જાઈ જશે તો તેના માટે જવાબદાર કોણ ? આવા વેધક સવાલ જનતામાં ઉઠી રહ્યા છે. તો તંત્ર અંગે ધ્યાન આપી યુદ્ધના ધોરણે વધી ગયેલી ઝાડીઓના કારણે સાંકડા થઈ ગયેલા રસ્તાઓ ઝાડિયો દૂર કરી રસ્તાઓ પહોળા કરે તેવી જનતાની બુલંદ માંગ ઉઠી છે.
આમ, પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી થી ખાંડીયા કુવા વચ્ચેના રસ્તા ઉપર ઊગી નીકળેલ ઝાડી ઝાંખરાના કારણે અકસ્માતનો ભય જનતાને સતાવી રહ્યો છે.