સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઇવે ઉપર  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કારકાફલાને અકસ્માત નડ્યો હતો ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ થી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તોરણીયા ગામના પાટીયા નજીક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાફલાને બાઈક સવારના હદફેંટે લીધો હતો અને બાઈક સવાર 70 વષના પ્રભુભાઈ ઠાકરશીભાઈ કોળી ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે આ મામલે ખુદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રસ્તા ઉપર ઉભા રહી ગયા હતા અને ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ ઘાયલ ને હોસ્પિટલ પહોંચાડ્યા અને તેમને સારવાર અપાવી અને ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી અમદાવાદ તરફ રવાના થયા હતા. ઉલ્લેખનીય એ છે કે 70 વર્ષથી પ્રભુભાઈ ઠાકરશીભાઈ તોરણીયા ગામના પાટીયા નજીક બાઇક લઇ અને પસાર થતા હતા તે દરમિયાન આ પ્રકારની ઘટના બની હતી.પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પેટ્રોલિંગની કારના અકસ્માતમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટેખસેડાતા હોસ્પિટલ ખાતેથી પણ તેને રજા આપી દેવામાં આવી છે પગના તથા હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી પરંતુ સામાન્ય સારવાર આપ્યા બાદ તેમને હોસ્પિટલેથી પણ રજા આપી દેવામાં આવી છે કોઈ ગંભીર બાબત આ મામલે ઊભી થઈ નથી.પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ફરી એક વખત દિલ જીતી લે તેવી ઘટના સામે આવી હતી. ભલે તેમના પાયલોટિંગના કાફલા એ આ વૃદ્ધને અકસ્માત કરી અને ઉડાડ્યા પરંતુ પૂર્વ મુખ્યમંત્રી ખુદ તે ઇજાગ્રતને સારવાર માટે પણ લઈ ગયા તેનો ખ્યાલ પણ રાખવામાં આવ્યો તેની સારવાર પણ તાત્કાલિક શરૂ કરાવવામાં આવી અને આ અંગે ડોક્ટરોને ભલામણ પણ કરવામાં આવી અને ત્યાર બાદ પૂર્વ મુખ્યમંત્રી પોતાના કારના કાપલા સાથે અમદાવાદ તરફ આગળ વધ્યા હતા.