દાહોદ રૂરલ પો.સ્ટે.વિસ્તારના રેટીંયા ગામે જુગારધામ ઉપર રેઇડ કરી ગંજીપતા પાનાથી હારજીતનો જુગાર રમાડતા પાંચ ઇસમોને ઝડપી પાડી જુગાર રમવાના સાધનનો સહીત કિ.રુ.૪૦,૪૩૦/- નો મુદ્દામાલ કબ્જે કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સીધી સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ દાહોદ નાઓએ જિલ્લામા પ્રોહી તથા જુગારની અસામાજીક પ્રવૃતીઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા તેમજ લીસ્ટેડ જુગારના બુટલેગરો ઉપર તેમજ જુગારની પ્રવૃતિ સાથે અગાઉ સંડોવાયેલ ઇસમો તેમજ ગેરકાયદેસર જુગારની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમોના આશ્રય સ્થાનો ઉપર વોચ ગોઠવી પ્રોહી/જુગારના કેસો શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સારુ જિલ્લા એલ.સી.બી.ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને એલ.સી.બી., સ્ટાફના માણસો પ્રોહીબિશન/જુગારની પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમા કાર્યરત હતા.
દરમ્યાન ગઈકાલ એલ.સી.બી., પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.ડિડોર નાઓની સુચના મુજબ પો.સ.ઇ.શ્રી એમ.એલ.ડામોર તથા પો.સ.ઇ.શ્રી જે.બી.ધનેશા તથા એલ.સી.બી.સ્ટાફની ટીમ દાહોદ રૂરલ પો.સ્ટે. વિસ્તારમા મોહી/જુગારની કામગીરીમા નિકળેલ દરમ્યાન એલ.સી.બી.,ટીમને બાતમી હકિકત મળેલ કે, દાહોદ-લીંમડી રોડ ઉપર રેટીયા ગામે પડ ફળીયામાં રોડ ઉપર આવેલ દુકાનની પાછળના ભાગે ખુલ્લામાં કેટલાક ઇસમો ગંજી પત્તા પનાનો હારજીતનો જુગાર રમતા હોય, જે આઘારે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી રેઇડ કરી ગેરકાયદેસર જુગાર રમતા પાંચ (૫) ઇસમોને ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી કરી દાહોદ રૂરલ પો.સ્ટે.જુગાર ધારાનો ગુનો રજી.કરાવેલ.
પકડાયેલ આરોપીઓના નામ:-
1. કનુભાઇ ચુનીયાભાઇ જાતે.બીલવાળ ઉ.વ.૩૮ ધંધો.ખેતી રહે.રેટીયા પડ ફળીયા તા.જી.દાહોદ
2. દેવેન્દ્રભાઇ હીમલાભાઇ જાતે.બીલવાળ ઉવ.૩૫ ધંધો.ખેતી રહે.રેટીયા ચોરા ફળીયા તા.જી.દાહોદ
3. અલ્પેશભાઇ વિનોદભાઇ જાતે બીલવાળ ઉવ.૨૪ ધંધો.અભ્યાસ રહે.રેટીયા ચોરા ફળીયા તા.જી.દાહોદ
4. રાકેશભાઇ રાજુભાઇ જાતે.બીલવાળ ઉવ.૨૫ ધંધો.ખેતી રહે.રેટીયા ચોરા ફળીયા તા.જી.દાહોદ
5. કલસીંગભાઇ જોષીભાઇ જાતે. બીલવાળ ઉવ.૨૧ ધંધો. ખેતી રહે. રેટીયા પડ ફળીયા તા.જી.દાહોદ
કબ્જે કરેલ મુદ્દામાલ:-
જુગાર રમાડતા આરોપીઓની અંગઝડતીમાથી અલગ અલગ દરની ચલણી નોટોની રુપિયા ૮,૩૪૦/- તથા દાવ પરથી રુપિયા ૨,૦૯૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂા.૩૦,૦૦૦/- તથા છુટા પત્તા પાના કુલ નંગ-પર કિંમત રૂપિયા ૦૦/- મળી કુલ કિં.રૂ.૪૦,૪૩૦/- નો મુદ્દામાલ.
આમ, દાહોદ રૂરલ પો.સ્ટે.વિસ્તારના રેટીંયા ગામે જુગારધામ ઉપર રેઇડ કરી ગંજીપતા પાનાથી હારજીતનો જુગાર રમાડતા પાંચ ઈસમોને ઝડપી પાડી જુગાર રમવાના સાધનનો સહીત કિ.રુ.૪૦,૪૩૦/- નો મુદ્દામાલ કબ્જે કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.