ડીસા શહેરમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતાની કામગીરી ખૂબ જ સારી રીતે થાય અને ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવામાં વધુ સરળતા રહે તે માટે પાલિકા પ્રમુખ દ્વારા સ્વચ્છતા શાખામાં દ્વારા પાંચ નવા ટ્રેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ, જાહેર સ્થળો તેમજ લોકોના ઘરે એકત્ર થતા કચરાના નિકાલ માટે પાલિકાના સફાઈ કામદારો ઉપરાંત ડોર ટુ ડોર કચરો કલેક્શન માટે સફાઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. કોન્ટ્રાક્ટર દ્વારા શહેરમાં દરેક ઘરો તેમજ દુકાનોએ જઈ કચરો એકત્ર કરી જુનાડીસા ખાતે આવેલ ઘન કચરા નિકાલ પ્લાન્ટમાં આ કચરો વાહનો મારફતે ડમ્પ કરવામાં આવે છે.

ત્યારે શહેરમાં સ્વચ્છતા અને ડોર ટુ ડોર કચરા કલેક્શનની ટુ કામગીરી વધુ ઝડપી અને સરળ બને તે માટે કોન્ટ્રાક્ટર દ્વારા પાંચ નવા વાહનોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતા દવે દ્વારા પાલિકાના નવીન કારોબારી ચેરમેન ગોવિંદ માખીજા, વર્તમાન ચેરમેન જીગ્નેશ જોશી, બાંધકામ ચેરમેન રાજુ ઠાકોર, પાણી પુરવઠા ચેરમેન અમિત રાજગોર, બાગ બગીચા ચેરમેન છાયાબેન નાઈ તેમજ દેવુભાઈ માળી, વસંત શાહ, અશોક ઠક્કર, ભરત નાઈ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં નવા વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અંગે નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે જણાવ્યું હતું કે, 'મારું શહેર સ્વચ્છ શહેર' સૂત્રને સાકાર કરવા પાલિકા દ્વારા સ્વચ્છતા અંગેની કામગીરી ખૂબ જ સુંદર રીતે થઈ રહી છે. જેમાં નવા વાહનોનો ઉમેરો થવાથી શહેરને સ્વચ્છ બનાવવાની કામગીરી વધુ ઝડપી અને સરળ બનશે.