બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના કાનસિંહ, જોરાવરસિંહ, સંજયભાઈ સહિતની ટીમ ગુરૂવારે ડીસામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ડીસા હાઈવેના ગાયત્રી મંદિરથી આગળ આવેલ એચ.એસ. પ્લાઝા નામની હોટલમાં રેડ કરતા કાઉન્ટર ઉપર બેઠેલો એક શખ્સ મોબાઇલમાં કોઇ ગેમ રમતો હોવાથી તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેનો મોબાઈલ ચેક કરતા વોટસઅપમાં જય મહાકાલ લુડો નામનું ગ્રુપ મળી આવ્યું હતું. આ ગ્રુપમાં ઝડપાયેલ શખ્સ પૈસા વડે ઓનલાઇન લુડોની ગેમ રમતો હોવાની કાબુલાત કરતા પોલીસે તેનો મોબાઇલ જપ્ત કરી ઝડપાયેલ શખ્સ નરેશપુરી રમેશપુરી ગોસ્વામી (રહે.ભોપાનગર, ડીસા) ની અટકાયત કરી હતી.