ડીસાની જોગકૃપા સોસાયટીમાં મંગળવારે સાંજે એક મહિલા શાકભાજી લેવા ઘરની બહાર નીકળી હતી તે દરમિયાન બાઈક ઉપર આવેલા બે શખ્સો મહિલાની નજર ચૂકવી ગળામાં પહેરેલી સોનાની ચેન ઝુંટવી ફરાર થઇ ગયા હતા. આ મહિલાએ બૂમાબૂમ કરવા છતાં પણ તસ્કરો કાંટ તરફના રસ્તા ઉપર ભાગી ગયા હતા.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

જોગકૃપા સોસાયટીમાં રહેતા કપિલાબેન મફતલાલ ત્રિવેદી મંગળવારે સાંજના સમયે શાકભાજી લેવા માટે પોતાના ઘરની બહાર નીકળ્યા હતા. ત્યારે અચાનક બાઈક ઉપર આવેલા બે શખ્સો કપિલાબેન ત્રિવેદીના ગળામાં પહેરેલી સોનાની ચેન ઝુંટવીને ફરાર થઈ ગયા હતા.

આ મહિલાએ ભારે બૂમાબૂમ કરતા આસપાસમાંથી અન્ય લોકો દોડી આવ્યા હતા પરંતુ એટલી વારમાં બાઈક પર આવેલા બંને શખ્સો ભાગવામાં સફળ રહ્યા હતા. આ મામલે કપિલાબેન ત્રિવેદીએ પોતાની 1,31,000 ની સોનાની ચેનની લૂંટ થઇ હોવાની ફરિયાદ ડીસા દક્ષિણ પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધોળા દિવસે ચેન ઝુંટવાનો બનાવ બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.