Vadodara Sayaji Hospital News :સયાજી હોસ્પિટલે ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધી, ભાજપ મહિલા કોર્પોરેટરે તાત્કાલલિક 108 બોલાવી સારવાર અર્થે ખસેડ્યા

વડોદરાના સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મૂકી 

ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધી 

ભાજપ મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ મહિલા દર્દીને જોતાં બેદરકારીનો ઘટસ્ફોટ થકોર્પોરેટરએ 108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલા દર્દીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા 

ઇમરજન્સી વોર્ડના તબીબો અને નર્સિંગ સ્ટાફનો ઉધડો પણ લીધોVadodara Sayaji Hospital News : વડોદરાના સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મૂકી હોય તેવી ઘટના સામે આવ્યા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મૂકી ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધી હતી. જોકે ભાજપ મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ મહિલા દર્દીને જોતાં બેદરકારીનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદમાં કોર્પોરેટરે 108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલા દર્દીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.