મોટાવરાછા ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજિત રૂ.૭૮.૭૧ કરોડના ખર્ચે સાકારિત કુલ-૧૦૬૦ EWS આવાસોનું લોકાર્પણ તથા અંદાજિત રૂ.૭૩.૧૮ કરોડના ખર્ચે સાકારિત કુલ-૧૪૯૮ EWS આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજાયો હતો. જેમાં સુરત શહેરના ઉતરાણ ખાતે રહેતા બિનલબેન શેલડીયાને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે. પરિવારમાં તેઓ ઘણા વર્ષોથી સુરતના ઉતરાણની માધવપાર્ક સોસાયટીમાં ભાડા મકાનમાં રહેતા હતા. ભાડાનું મકાનમાં ખૂબ અગવડતાનો સામનો કરવો જ પડે છે. ઘરની આવક આવતી તે ઘર ખર્ચમાં ખર્ચાઈ જતું હોય છે. આવા સમયે પોતાના ઘરનું સપનું પણ જોઈ શકાય તેમ ન હતું.
માલિકીના ઘરનું સ્વપ્ન સાકાર થતા બિનલબેને કહ્યું હતું કે, સુરતના મોટાવરાછામાં નવા જ વિકસિત વિસ્તારમાં બેડરૂમ, હોલ, કિચન સાથે ઘર મળ્યું છે. સરકારની પી.એમ. આવાસ યોજનાએ મેં જોયેલા મારી માલિકીના સપનાને હકીકતમાં બદલી નાંખ્યું છે. અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે વર્ષો પછી પોતાના નામની પાકી છત મળી છે. મધ્યમવર્ગીય પરિવારોની ક્વોલિટી ઓફ લાઈફને સરકારે પ્રાધાન્ય આપ્યું છે. સગવડતા મળે તેવું તો દરેક વંચિત પરિવાર ઈચ્છતો હોય છે. છેલ્લા ૭ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા જ્યાં ખુબ તકલીફોનો સામનો કરવો પડતો, જે ભાડેના મકાનમાં રહે તેમને જ ખબર હોય છે કે મુશ્કેલીઓ શું હોય.! ૧૧ મહિને ભાડામાં વધારો થાય, જે અમારા જેવા મધ્યમવર્ગીય પરિવારો માટે પોષાય તેમ નથી હોતું
વધુમાં બિનલબેન જણાવે છે, આવાસમાં આધુનિક વ્યવસ્થા સાથે કેમ્પસમાં સ્ટ્રીટ લાઈની વ્યવસ્થા આપવામાં આવી છે. પ્રાઈવેટ બિલ્ડીંગમાં જેટલી સુવિધાઓ સરકારે અમારા પી.એમ.આવાસમાં આપી છે. અમારા જીવનની સૌથી મોટી ચિંતા દૂર થતા રાહત થઈ છે, સાથે જ અમારા બાળકોના સુંદર ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે એમ સરકારનો આભાર વ્યક્ત કરતા હર્ષની લાગણી તેમણે વ્યક્ત કરી હતી.