*સ્વચ્છતા હી સેવા અંતર્ગત સરકારી કચેરીઓમાં રેકોર્ડ વર્ગીકરણની કામગીરી કરાઇ
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં દફતર વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે ઈડર તાલુકામાં ગ્રામ વિકાસ શાખામાં એસબીએમ શાખાના સ્ટાફ દ્વારા દફતર વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.દફતર વર્ગીકરણમાં નવા તેમજ જૂના રેકોર્ડને એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમજ તેની યોગ્ય જાળવણી માટે તેને વર્ષ પ્રમાણે વિભાજીત કરીને બાંધવામાં આવ્યા હતા. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બે માસ સુધી જિલ્લામાં વિવિધ સ્થળે સફાઇ ઝુંબેશ હાથ ધરાયુ છે. જેમાં જિલ્લાવાસીઓ દ્વારા વિવિધ સ્થળે સફાઇની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે સરકારી કચેરીઓમાં પણ દફતર વર્ગીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.