કાંકરેજ તાલુકાના અરણીવાડાના 38 વર્ષિય યુવકને સોમવારે વહેલી સવારે અચાનક છાતીના ભાગે દુ:ખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર માટે ભીલડીની હોસ્પિટલમાં ખસેડતા મૃત જાહેર કરાયો હતો. યુવકના મોતને લઇ પરિવાર નોંધારો બન્યો હતો.

કાંકરેજ તાલુકાના અરણીવાડાના નટવરભાઈ ડાહ્યાભાઈ નાયીને સોમવારે વહેલી સવારે અચાનક છાતીના ભાગે દુઃખાવો ઉપડતા પરિવારને જાણ કરાતાં પરિવાર દ્વારા તાત્કાલીક ભીલડીમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં હાજર ડોકટરે નટવરભાઇને મૃત જાહેર કર્યા હતા. ત્યારે નાની ઉંમરે મોત થતાં પરિવાર નોંધારો બની જવા પામ્યો છે. જોકે હાલમાં મૃતકને બે દીકરીઓ અને દીકરો આમ ત્રણ બાળકો છે.

જેમાં સૌથી મોટી દીકરી (ઉં.વ.11), બીજા નંબરની દીકરી (ઉં.વ.9 વર્ષ), ત્રીજા નંબરનો દીકરો (ઉં.વ.7) અને મૃતકની પત્ની રેખાબેન પોતે ઘરકામ કરે છે. મૃતક નટવરભાઇ ઘરે ખેતી અને ભીલડીમાં હીરા ઘસવાનો ધંધો કરતા હતા. ત્યારે અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાયો હતો અને ગામલોકોએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.