દાંતીવાડા તાલુકાના પાંથાવાડા સ્ટેટ હાઇવે પર રામદેવ હોટલની પાસે વહેલી સવારે રાજસ્થાન તરફથી અને ગુજરાત તરફથી આવતું ટ્રેલર વહેલી સવારે સામ સામે ટકરાતા ટ્રેલરના આગનું ભાગને ફૂરચેફુરચા ઉડી ગયા હતા જ્યારે એક ટ્રક ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત થયું હતું
પાંથાવાડા નજીક આવેલ ગુંદરી ડીસા સ્ટેટ હાઇવે પર રામદેવ હોટલ પાસે મંગળવારની વહેલી સવારે રાજસ્થાન તરફ થી આવતા આરજે52 જીએ 4422 નંબરનું ટ્રેલર ગુજરાત તરફ જઈ રહ્યું હતુ ત્યારે ડીસા તરફથી આવતા ટેલર આરજે32 જીડી 1349 સામસામે ટકરાતા ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.