આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના અરીવોલા ગામની મૂળ વતની અને હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ આશિયાના નવરંગ સોસાયટીમાં રહેતી અને ઘરે રહી કોમ્પ્યુટરના માધ્યમથી ખાનગી કંપની માટે કામ કરતી ૨૫ વર્ષીય યુવતી સુસ્મિતાબેન ચિન્નારાવ તમ્મીના આંધ્ર પ્રદેશના વિજયવાલા ખાતે જ રહેતા રત્નાબાબુ નામના ઈસમ સાથે આશિયાના નવરંગ સોસાયટી ખાતેના મકાનમાં લીવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી જેમાં રત્નાબાબુ પણ હાલોલ જીઆઇડીસીમાં આવેલી એક નામાંકિત ખાનગી કંપનીમાં નોકરી કરતો હોઈ ગત તારીખ ૨૭/૧૦/૩૦૨૩ ના રોજ રત્નાબાબુ કંપનીના કામ અર્થે દુબઈ ગયો હતો જેમાં ઘરે એકલી એવી સુસ્મિતાબેને ગઇ કાલે તારીખ ૩૦/૧૦/૨૦૨૩ ના સોમવારના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાની જીવન લીલા સંકેલી લેવાનો નિર્ણય કરી પોતાના મકાનની છતના પંખા સાથે પોતાની સાડી બાંધી સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લઈ પોતાનું જીવન ટુંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે જેમાં બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે એડી નોધી વધુ તપાસ હાથ ધરી છે
હાલોલની આશિયાના નવરંગ સોસાયટીમાં લીવ ઈન રીલેશનશીપમાં રહેતા પરપ્રાંતિય યુવક-યુવતી પૈકી યુવતીએ આત્મહત્યા કરતા મચી ચકચાર.
