ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ડીસા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી ઉજવણી

 

સાઈબાબા મંદિર ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર ફુલહાર અને માળા અર્પણ કરે ભારત માતાકી જય ના લગાવ્યા નારા

 

      ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતી નિમિત્તે ભારત દેશમાં ઠેર ઠેર પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ડીસા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજે સાંઈબાબા મંદિર ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા ફૂલહાર પહેરાવીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભારત માતાકી જય ના નારા લગાવવામાં આવ્યા હતા ભારત દેશની આઝાદીમાં નાના મોટા રજવાડાઓને એક કરી અખંડ ભારતની સ્થાપના કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ મહત્વનો યોગદાન રહેલું છે અને ભારત દેશ આજે પણ તેમના યોગદાનને તેમને યાદ કરી રહ્યું છે ત્યારે આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે નયનાબેન સોલંકી પૂનમબેન ભાર્ટી મહામંત્રી હકમાજી પુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી