પાલનપુરમાં હાઇવે સ્થિત સોસાયટીમાં રહેતી સગીરાને તેના ભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી બાજુમાં રહેતા શખ્સ ઘરમાં આવી દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ અંગે તેણીએ માતાને વાત કરતાં પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર-અંબાજી હાઇવે નજીક આવેલી સોસાયટીમાં રહેતા પરિવારની સગીરાની માતા અંબાજી નોકરીએ જતી હતી. જ્યારે તેના પિતા બહારગામ રહેતા હોઇ સપ્તાહમાં એક વખત ઘરે આવતા હતા. સગીરા સ્કુલમાં જતી ત્યારે પાલનપુર તાલુકાના વીરપુર રાધેશ્યામ સોસાયટીમાં રહેતો મુળ વડગામ તાલુકાના બસુનો જીજ્ઞેશભાઇ જીતેન્દ્રભાઇ ચોરાસીયા સગીરાની પાછળ પાછળ જઇ પરેશાન કરતો હતો. જેણે મિત્રતા કરવાનું કહ્યુ હતું.

જોકે, ના પાડતાં સગીરાના ભાઇને મારી નાખવાની ધમકી આપતાં તેણી ડરી ગઇ હતી. અને મિત્રતા કરી હતી. દરમિયાન તેણી ઘરે એકલી હતી. ત્યારે જીજ્ઞેશ ચોરાસીયા ઘરે આવ્યો હતો. અને દરવાજો બંધ કરી સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. જે પછી તેણીની માતા ઘરે ન હોય ત્યારે પાંચથી છ વખત દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ અંગે સગીરાએ તેની માતાને વાત કરતાં પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જીજ્ઞેશ ચોરાસીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.