વેજલપુર પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એસ એલ કામોલ પોલીસ સ્ટાફ સાથે કોમ્બિંગ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ મા હતા ત્યારે ચોક્કસ બાતમી મળેલ કે કાલોલ તાલુકાના ખંડોલી ગામનો પ્રોહી બુટલેગર અશ્વિનભાઈ ઊર્ફે લાલો વિનોદભાઈ પરમાર સફેદ કલરની ઇકો ગાડીમાં ઇંગ્લિશ દારૂની ભરીને નારપુરા તરફથી મહેલોલ થઈ ખંડોળી જનાર છે જે બાતમી આધારે પોલીસે સરકારી વાહન લઈ નારપુરા જવાના રોડ ઉપર વોચ ગોઠવી હતી બાતમી મુજબની કાર આવતા તેના ચાલકે પોલીસની ગાડી જોઈ પોતાના કબજા ની ગાડી રોડ ની સાઈડમાં લઈ કાચા રસ્તે થઈ ઈંટો ના ભઠ્ઠા તરફ જવા લાગેલ જ્યા આગળનો રસ્તો બંધ હોવાથી ગાડીમાંથી નીચે ઉતરી નાસવા જતા સરકારી વાહન તેમજ બેટરીઓ ના અજવાળે તેને ઓળખતા અવારનવાર પ્રોહીબિશન ના ગુનામાં પકડાયેલો કાલોલ તાલુકાના ખંડોલી ગામનો પ્રોહી બુટલેગર અશ્વિનભાઈ ઊર્ફે લાલો વિનોદભાઈ પરમાર હોવાનુ હોય ઓળખી ગયેલ જે ઝાંડી ઝાંખરા માંથી નાસી છૂટ્યો હતો પોલીસે ઈકો કાર ની તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેમા ૧૮૦ એમ. એલ નાં ૧૭૭૬ નંગ દારૂ ભરેલ ક્વાટરિયા રૂ ૧૭૭,૬૦૦/ તથા ઈકો કાર રૂ ૩,૦૦,૦૦૦/ મળી કુલ રૂ ૪,૭૭,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા ચાલક સામે વેજલપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.