પાલનપુરના ગ્રામીણ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થતાં ચકચાર મચી છે. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના એક ગામમાં રહેતી 17 વર્ષિય યુવતી ગામના મંદિર નજીકથી પસાર થઇ રહી હતી. ત્યારે માલણ ગામનો નીકુલકુમાર નાનજીભાઇ વણકર તેણીનું બળજબરી પૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી ગયો હતો.
શોધખોળ કરવા છતાં કિશોરીનો પત્તો ન મળતાં પરિવારે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.