પંચમહાલ જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી‌ સૂચના આપેલ હોય જે આધારે વેજલપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. એસ.એલ. કામોળ સાથે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે વેજલપુર ટાઉન વિસ્તારના મહાદેવ ફળીયામાં આવેલ નવકાર મોબાઇલ શોપની તપાસ કરતા દુકાનદાર રવીકુમાર ભરતકુમાર ગાંધી ઉ.વ.૩૫ રહે.વેજલપુર મહાદેવ ફળીયા તા.કાલોલ જી.પચંમહાલ નાઓ હાજર મળી આવેલ જેઓને જુદી જુદી કંપનીના નવા સીમકાર્ડ વેચવા બાબતે તેમજ જુના મોબાઇલ ખરીદવા તેમજ વેચવા બાબતે જીલ્લા મેજીસ્ટ્રેટ ના જાહરેનામાં મુજબનું કોઇ રજીસ્ટર નિભાવેલ હોય તો રજુ કરવા જણાવતા તેઓની પાસે આવુ કોઈ રજીસ્ટર ન હોવાનુ જણાવેલ અને તેઓની દુકાનમાં તપાસ કરતા જુના મોબાઇલ ફોન પૈકી નંગ-૩૫ જેટલા મોબાઇલ આધાર પુરાવા વગરના મળી આવેલ જેના આધાર પુરાવા રજુ કરવા પુરતો સમય આપતા તેઓએ રજુ કરેલ ન હતા જે મોબાઇલો શંકાસ્પદ હોય જે તમામ મોબાઈલ ફોન નંગ-૩૫ કિ.રૂ.૧,૭૫,૦૦૦/- ના ગણી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મજુબ કબ્જે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.તેમજ જાહરેનામાં ભગં બાબતે દુકાનદાર વિરુધ્ધ ઈ.પી.કો.ક.૧૮૮ મજુબનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.