ડીસા (મેરૂજી પ્રજાપતિ)

  ડીસા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને સામાજિક અને મેડિકલ ક્ષેત્રે સુંદર કામગીરી માટે ભાવનગર ખાતે યોજાયેલી GIMACON 23 કોન્ફ્રેન્સ માં બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અનેકવિધ સામાજિક તેમજ આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સિવાય વર્લ્ડ કેન્સર ડે , ડોક્ટર દિવસ,વિશ્વ તમાકુ નિષેધ દિવસ જેવા દિવસોની ઉજવણી કરી સામાજિક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અંગદાન જનજાગૃતિ અભિયાન ચલાવી અંગદાન કરવા બ્રાન્ચ દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવે છે. હૃદય રોગ ના હુમલાઓ વધી રહ્યા છે ત્યારે કુત્રિમ શ્વાસોશ્વાસ કેવી રીતે આપી શકાય તે વિશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટર CPR અંગે તાલીમ આપી રહ્યા છે.આમ વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવે છે. તાજેતરમાં ભાવનગર ખાતે યોજાયેલ એવોર્ડ કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને સમગ્ર ગુજરાતમાં સુંદર કામગીરી માટે GIMACON 23 એનાયત કરવામાં આવ્યો છે આ બાબતે મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડોક્ટર તપનભાઈ ગાંધી અને સેક્રેટરી ડોક્ટર દીપકભાઈ પરમાર એ જણાવ્યું કે અમારા માટે અને સમગ્ર ડીસા માટે આ ગૌરવની બાબત છે સમગ્ર ગુજરાતમાં સુંદર કામગીરી માટે એસોસિયેશનને એવોર્ડ મળ્યો તે બદલ સૌનો હું આભાર વ્યક્ત કરીએ છીએ આપના સાથ સહકારથી જ અનેકવિધ કાર્યક્રમ શક્ય બન્યા છે આગામી દિવસોમાં હજુ સારી કામગીરી કરવા પ્રયત્નશીલ રહીશું .