IND vs ENG વર્લ્ડ કપ 2023: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને રમવા આવ્યા હતા. વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની આ છઠ્ઠી મેચ છે.

India vs England World Cup 2023: ICC વર્લ્ડ કપ 2023 ની 29મી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી રહી છે. આ મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓ બ્લેક બેન્ડ પહેરીને મેદાન પર રમવા આવ્યા હતા. તેની પાછળનું કારણ ઘણું દુઃખદ છે.

ભારતીય ખેલાડીઓ બ્લેક બેન્ડ પહેરીને બહાર આવ્યા હતા 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ પોતે જ માહિતી આપી છે કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આ મેચમાં શા માટે કાળી પટ્ટી પહેરીને રમી રહ્યા છે. વાસ્તવમાં, ખેલાડીઓએ ભૂતપૂર્વ ભારતીય ડાબોડી સ્પિનર બિશન સિંહ બેદીને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટી પહેરી છે. ભૂતપૂર્વ સ્પિનર બિશન સિંહનું 23 ઓક્ટોબરે અવસાન થયું હતું. ટોસ બાદ બીસીસીઆઈએ તેના પર આ જાણકારી આપી

ભારતના મહાન બોલરોમાંથી એક

1970 ના દાયકામાં સ્પિન બોલિંગની પ્રખ્યાત ચોકડીનો ભાગ બનેલા બિશન સિંહ બેદીએ 77 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો. તેણે 1966 થી 1979 સુધી ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી હતી અને તે પ્રખ્યાત ભારતીય સ્પિન ચોકડી (બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, રાઘવન)નો પણ ભાગ હતો. તેણે 67 ટેસ્ટ મેચોમાં 266 વિકેટ લીધી હતી, જેમાં તેણે 14 વખત પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે 10 ODI મેચમાં 7 વિકેટ લીધી હતી.