દાહોદ ટાઉન “એ” ડિવી. પો.સ્ટે. વિસ્તારમા મર્ડર કરી સોનાની ચેઇન, પોચી તથા વીંટી ની લૂંટ કરી નાસી ગયેલ આરોપીઓને મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી ગણતરીના ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) કલાકોમા ઝડપી પાડતી દાહોદ જિલ્લા પોલીસ.ગઇ તા.૨૫/૧૦ ૨૦૨૩ ના કલાક ૨૦/૫૦ વાગ્યાથી તા.૨૬/૧૦/૨૦૨૩ ના કલાક ૨૩/૩૦ વાગ્યા દરમ્યાન આ કામના આરોપી સુરજ પહાડી રહે.હરદીયા નેપાળ નાએ ફરીયાદીના છોકરા મિલાપ કુશ જાતે શાહ ઉ.વ.૪૨ નાને કોઇ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવી તેને પહેરેલ સોનાની ચેઇન આશરે ત્રણ તોલા વજનની કિ.રૂ.૧,૬૫,૦૦૦/- તથા સોનાની પોચી આશરે અઢી તોલા વજનની કિ.રૂ.૧,૩૭,૦૦૦/- તથા સોનાની વીંટી આશરે દોઢ તોલા વજનની કિ.રૂ.૮૨૦૦૦/- ની મળી કિ.રૂ.૩,૮૪,૦૦૦/- ની કુલ લૂંટ કરી નાસી જઇ ગુન્હો કરેલ હોય, જે બાબતે દાહોદ ટાઉન પો.સ્ટે.ફ.ગુ.ર. નં.૧૧૮૨૧૦૧૧૨૩ ૦૮૯૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૦૨,૩૯૪ મુજબનો ગુનો રજી.થયેલ.આ ગુનાની ગંભીરતા સમજી મર્ડરના આરોપીને સત્વરે શોધી કાઢવા સારુ મે.નાચબ પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના મુજબ મે.પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદિપસિંહ ઝાલા સાહેબ દાહોદ નાઓએ સંડોવાયેલ આરોપીને શોધી કાટવવા થોદ ડિવીજનના ઇન્ચાર્જ એ.એસ.પી.શ્રી બિશાખા જૈન સાહેબ નાઓને સુચના કરતા તેઓ દ્વારા એલ.સી.બી. પી.આઈ.શ્રી કે.ડી.ડિકોર તથા પો.સ.ઇ.શ્રી એમ.એલ.ડામોર તથા પો.સ.ઈ.થી જે.બી.ઘનેશા તેમજ સ્ટાફ તથા એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી એસ.એમ.ગામેતી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ પો.સ.ઇ.શ્રી આર.જી.ગામીત તથા સ્ટાફ તથા દાહોદ ટાઉન “એ” કિવી પો.ઇન્સ.શ્રી ડી.ડી.પઢીયાર તથા ટાઉન ડી-સ્ટાફ ની જુદી-જુદી ટીમોની રચના કરણ.જે અનુસંધાને તમામ ટીમો તથા સુપરવાઇઝરી અધિકારીશ્રી નાઓએ બનાવવાળી જગ્યાની વિઝીટ કરી ગુનાની ગંભીરતા સમજી દરેક ટીમને અલગ-અલગ કામગીરી સોંપવામા આવેલ હતી જેમા લોકલ સી.સી.ટી.વી કેમેરા, વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નેત્રમ કંટ્રોલ રુમના કેમેરા તથા સ્માર્ટ સીટી અંતર્ગત લગાવેલ સી.સી.ટી.વી.કેમેરા તથા ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી તેને શોધી કાઢવા સારૂં તમામ ટીમોએ ચક્રો ગતિમાન કરેલ હતા. તમામ ટીમોના સઘન પ્રયત્નોના ફળ સ્વરુપે આરોપીઓ સીસીટીવી કેમેરામા જણાઇ આવેલ. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ત્યારબાદ બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવીમા આરોપીઓની હાજરી જણાયેલ જેથી આરોપીઓની પુરતી ઓળખ કરતા તેઓ દાહોદ સ્કાઇડાઇન હોટલમા વેઇટર તરીકે નોકરી કરતા હોય જેથી તેઓના પુરા નામ સરનામા તેમજ આઇડી કાર્ડની માહિતી મેળવી તપાસ કરતા આ કામે મરણ જનાર આશરે એકાદ અઠવાડીયા પહેલા પરીવાર સાથે બર્થ ડે પાર્ટી કરવા સ્કાઇડાઇન હોટલમા આવેલ તે દરમ્યાન આરોપીઓ સાથે મુલાકાત થતા એકબીજાના સંપર્કમા રહેતા હોવાની હકિકત મળેલ તેમજ મરણજનારને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવેલ હોય જે બાબતે દુકાનદારોને આરોપીઓનો ફોટો બતાવી તપાસ કરતા આરોપી સુરજએ બનાવના એકાદ દિવસ પહેલા ચપ્પુ ખરીદ કરી લઇ ગયેલ હોવાનુ જણાઇ આવેલ.આ કામે સંડોવાયેલ આરોપીઓની સીસીટીવી કેમેરા, હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ કરતા આરોપીઓ દાહોદ થી રેલવે ટ્રેન મારફતે મહારાષ્ટ્ર તરફ નાસી ગયેલ હોવાની હકિકત ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)જણાઇ આવતા જુદી-જુદી ટીમો બનાવી જરુરી સુચના આપી આરોપીઓને સત્વરે ઝડપી પાડા સારુ ટીમો રવાના કરેલ.જે ટીમોએ આરોપીઓને મુંબઇ (મહારાષ્ટ્ર) ખાતેથી ઝડપી પાડી લઇ આવેલ.સદરહુ આરોપીઓને વિશ્વાસમાં લઇ યુકિત પ્રયુક્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ કામે મરણ જનાર સાથે સ્કાઇડાઇન હોટલમા બર્થ ડે પાર્ટીમા પરીચયમાં આવતા એકબીજા સાથે સંપર્કમા રહેલ અને આ કામે મરણ જનાર ગળામા સોનાની ચેઇન, હાથમા પોચી તથા વીંટી પહેરતોહોય, જેથી આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરું રચી ચપ્પુ ખરીદ તેનાથી ડરાવી ધમકાવી સોનાના દાગીનાની લૂંટ કરવાનુ નક્કી કરી મરણ જનારની સાથે તેના સબંધીના ઘરે ગયેલ અને ત્યા એકબીજાને મળેલ તે દરમ્યાન આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરા મુજબ મરણજનારને બાનમા લઈ સોનાની ચેઇન, પોચી તથા વીંટીની લૂંટ કરતા મરણ જનારે સામનો કરતા ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દાગીનાની લૂંટ કરી તે મકાનના દરવાજાને બહારથી બંધ કરી ટ્રેન મારફતે ભાગી ગયેલ હોવાની હકિકત જણાઇ આવેલ.
આરોપીઓના નામ.-
(૧) સુરજ સન/ઓફ રમેશસિંહ દાનસિંહ જાતે કેશી ઉ.૨૮ રહે.ધમબોજી ચોક કારકાન્દો એસ.કે.પેટ્રોલ પંપની પાસે જી.બાન્કે (નેપાળ).૨) રણજીત રવિન્દ્રનાથ પોલ રહે.ત્રિવેદીનગર બોઇસર મુંબઇ (મહારાષ્ટ્ર) (૩) મદન થાપા રહે.સુરખેત (નેપાળ)આમ, દાહોદ ટાઉન “એ” ડિવી. પો.સ્ટે. વિસ્તારમા મર્ડર કરી સોનાની ચેઇન, પોચી તથા વીંટી ની લૂંટ કરી નાસી ગયેલ આરોપીઓને મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી ગણતરીના કલાકોમા ઝડપી પાડવામા દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળેલ છે