ડીસાના ભીલડી પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધનશ્યામભાઇ બાબુભાઇ સુલોદિયા આઠેક માસ અગાઉ ડીસા કોર્ટમાં મુદત માટે જતા હતા તે દરમિયાન બાઈક પરથી નીચે પટકાઈ જતાં મોત નિપજ્યું હતું.

આથી સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ સુલોદિયાના વારસદારોને એક્સિસ બેન્ક દ્વારા ગુરૂવારે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ડીસાના નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ આર. ઓઝા તેમજ એક્સિસ બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્વર્ગસ્થના પત્નીને રૂપિયા 1.04 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

 જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને ડીસાના નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાના હસ્તે રૂપિયા 4.25 લાખ રોકડ તેમના વારસદારને અર્પણ કરતાં બનાસકાંઠા પોલીસની પરિવાર ભાવના ઉજાગર થઈ હતી.