સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનાર્થે આજે શરદ પૂનમને અનુલક્ષીને હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા જેમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી પાવાગઢ ખાતે હજારોની સંખ્યા પધારેલા માઈ ભક્તોએ મહાકાળી માતાજીના દરબારમાં પહોંચી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીની આરાધના કરી પૂજા અર્ચના કરી હતી અને પોતાની મનોકામનાઓ અને બાધાઓ પૂર્ણ કરી હતી જેમાં દર વર્ષે શરદ પુનમના પર્વ નિમિત્તે પરંપરાગત રીતે યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આવેલા બાવા બજારના યુવાનો દ્વારા મહાકાળી માતાજીના દર્શનાર્થે આવતા હજારો યાત્રિકો માટે પ્રસાદીનું ભવ્ય આયોજન કરી પોતાના સ્વહસ્તે શ્રદ્ધાળુ યાત્રિકોને પ્રસાદનું વિતરણ કરી સેવા યજ્ઞ કરાય છે જે પરંપરાને અનુસરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે શરદ પૂનમના પર્વના દિવસે યોજાતા પ્રસાદીના કાર્યક્રમ અંતર્ગત બાવા બજારના યુવાનો દ્વારા આજે પાવાગઢ ખાતે શરદ પુનમને અનુલક્ષીને માતાજીના દર્શન કરવા આવેલા હજારો માઇ ભક્તો માટે ભવ્ય પ્રસાદીનું આયોજન કરવામાં હતું જેમાં 7000 કરતાં પણ વધુ યાત્રિકોને બાવા બજારના યુવાનોએ પ્રેમ પૂર્વક પોતાના સ્વહસ્તે પ્રસાદી પીરસી પ્રસાદીનું વિતરણ કર્યું હતું જેમાં મોટા લોકો માટે બટાકા પૌવા તેમજ નાના બાળકો માટે ચોકલેટ અને બિસ્કીટ જેવી પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવા બજારના યુવાનોની સેવા ભક્તિ,પ્રેમભાવ અને આગતા સ્વાગતતા જોઈ પાવાગઢ ખાતે પધારેલા ગુજરાત સહિત આંતરરાજ્યના હજારો યાત્રિકો ભાવવિભોર થયા હતા અને તેઓની પ્રશંસા કરી હતી અને માઇ ભક્તોએ પ્રસાદીનો લ્હાવો લઈ ધન્ય બની મહાકાળી માતાજીનો ગગન ભેદી જયકારો બોલાવતા સમગ્ર પાવાગઢ ડુંગર મહાકાળી માતાજીના જયકારાથી ગુંજી ઉઠ્યો હતો અને પાવાગઢ ડુંગર ખાતે ભારે અધ્યાત્મિક ધાર્મિક વાતાવરણ ઉત્પન્ન થવા પામ્યું હતું.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं