દિયોદર શ્રી તપસ્વી વિદ્યા સંકુલમાં વધુ એક સેવા.,, સ્કૂલ બસની સુવિધા મળશે..ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે દિન પ્રતિદિન આગળ વધી રહ્યું છે. જેમાં હવે સરહદી વિસ્તારોમાં પણ દીકરા દીકરીઓ શિક્ષણમાં આગળ વધી રહ્યા છે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્ર માટે અનેક નવી શિક્ષણ સંકુલો જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે શિક્ષણ માટે વિવિધ અભ્યાસક્રમો ચલાવતી સંસ્થા એટલે શ્રી તપસ્વી વિદ્યા સંકુલ,, આ સંકુલ માં કે.જી થી માંડી ધોરણ ૧૨ તેમજ આર્ટસ કોલેજ, બી.એસ.સી નર્સિંગ,જી. એન.એમ ,,એસ.આઈ જેવા અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. સંકુલના પ્રમુખ ડાયાભાઈ ચૌધરી દ્વારા સતત સમગ્ર સંકુલની દેખરેખ રાખવામાં આવી રહી છેઆ સંકુલની થોડી વિશેષતા ની વાત કરીએ તો એસી.ડિજિટલ ક્લાસરૂમની સુવિધા,,અત્યંત સુવિધાથી સજ્જ મેનેજમેન્ટ,, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ,, કોમ્પ્યુટર લેબ,,લાઇબ્રેરીની સુવિધા,,રમત ગમતનું મેદાન,, પ્રદૂષણ મુક્ત વાતાવરણ તેમજ યુનિવર્સિટી પરીક્ષાનું કેન્દ્ર કોલેજના સંકુલ માં છે.સમગ્ર સંકુલ સી.સી.ટી.વી થી સજ્જ,, સંકુલ માં વાઈ.ફાઈની સુવિધા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પણ સુવિધા આપવામાં આવી રહી છે.જોકે. સારા શિક્ષણનો ધ્યેય છે. માનવ નો વિકાસ,, ત્યારે તાજેતરમાં દિયોદર તપસ્વી સંકુલમાં વધુ એક સેવા એટલે કે સ્કૂલ બસની પણ સુવિધા આપવામાં આવી રહી છે.જોકે વધુ માં ઉત્તર ગુજરાત ના શ્રેષ્ઠ શૈક્ષણિક વિદ્યા સંકુલ નો એવોર્ડ પણ મળ્યો છે..